વડોદરા: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. 1 ઓગસ્ટ 2025ના સવારે 10 વાગ્યે સુધીના ડેટા અનુસાર હાલ ડેમની સપાટી 133.02 મીટર નોંધાઈ છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 5.66 મીટર ઓછી છે. હાલ ડેમમાં કુલ 7697.20 મિલિયન ક્યુબિક મીટર (MCM) જેટલો ગ્રોસ સ્ટોરેજ થયો છે, જે ડેમની કુલ ક્ષમતા અનુસાર 81.37 ટકા જેટલો થાય છે. પાણીની આવક 4,74,093 ક્યુસેક છે, જેમાંથી નર્મદા નદીમાં 2,86,962 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલ તરફ પાણીની જાવક 5985 ક્યુસેક નોંધાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન પાણીની સપાટીમાં 2.44 મીટરનો વધારો થયો છે. ડેમમાં સતત વધતી આવકને ધ્યાનમાં રાખીને ડેમ પ્રશાસન દ્વારા આજે બપોરે 3 વાગ્યાથી નર્મદા નદીમાં 4,36,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રશાસન તરફથી નદીકાંઠે વસવાટ કરતા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સાવચેત રહે અને જરૂરી સુરક્ષા પગલા લે. પાણીનો સ્તર વધુ વધે તે પહેલાં શક્ય હોય ત્યાં સુધી ઊંચી જગ્યાએ ખસીને સુરક્ષિત રહેવાની સૂચના આપવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
તા. 01/08/2025
સમય – 10/00 કલાક
મહત્તમ સપાટી – 138.68 મીટર
હાલની સપાટી – 133.02 મીટર
ગ્રોસ સ્ટોરેજ – 7697.20 MCM
પાણીનો સંગ્રહ -81.37 %
પાણીની આવક – 4,74,093 ક્યુસેક
નદીમાં પાણીની જાવક – 2,86,962 ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – 5985 ક્યુસેક
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 2.44 મીટરનો વધારો
બપોરે 3 કલાકથી નર્મદા નદીમાં 4,36,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત. નદીકાંઠાના નાગરિકોને સાવચેત રહેવા સૂચના