ત્રણેય મૃતકના પરિવારને 50-50 લાખની સહાયની જાહેરાત..!!
3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી



ડેડીયાપાડા,ભરૂચ,તા.27
નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા નદીના કાંઠે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા અકતેશ્વર ગામમાં 3 સ્થાનિક શ્રમિકોએ દમ તોડ્યો હતો.આ ઘટનાને લઈને ડેડીયાપાડાના MLA સહીત અન્ય તમામ પક્ષનાં નેતાઓ પહોચી ગયા હતા.
રવિવારે સવારે રોહિતદાસ રણછોડભાઈ તડવી (ઉ.વ.45) , દિપક ભાણાભાઈ તડવી (ઉં.વ. 40) અને શૈલેષ કનુ તડવી (ઉં.વ. 37) ગોરા ગામે નર્મદા ઘાટ પર મજુરી એ ગયા હતા.નર્મદા ઘાટ પર જવા માટે સાંજે છએક વાગ્યે સુરક્ષા દીવાલ બનતી હતી.ત્યાં જમીનની ભેખડ આશરે 40 ફૂટ ઉંચી હોવાથી બાજુમાં સળિયાના સેન્ટીંગનું કામ કર્યું હતું.વરસાદ બાદ કામ શરુ રાખતા ભેખડ ધસી પડતા બે-ત્રણ મજુરો દટાઈ ગયા હતા.આ ઘટના લઈને JCB અને ફાયર બ્રિગેડ વડે દટાયેલા મજુરોને બહાર કાઢ્યા હતા.આ ગમગીન ઘટનાને પગલે તા-27મી ઓક્ટોબર સવારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીત તડવી ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.ત્રણેય મૃતક શ્રમિકના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના પાઠવી અને તેમની રજૂઆતો સાંભળી હતી.તમામ પક્ષના નેતાઓની મધ્યસ્થી બાદ મૃતક દીઠ રૂ.50 લાખની સહાયની જાહેરાત કરી હતી. આ સહાયની રકમ બે તબક્કામાં ચૂકવવામાં આવશે, જેમાંથી રૂ.20 લાખ રૂપિયા તાત્કાલિક સોમવારે જ સ્થળ પર અને બાકીના રૂ.30 લાખ રૂપિયા આગામી 10 દિવસમાં ચૂકવી આપવામાં આવશે.સહાયની જાહેરાત બાદ પરિવારજનોનો આક્રોશ શાંત થતાં મામલો થાળે પડ્યો હતો
નદીના કિનારે આવેલા ગોરા ઘાટ પર સર્જાયેલી ગંભીર દુર્ઘટનાને લઈને નર્મદા જીલ્લાના સલામતી પોલીસે માં ઈંફા એજન્સી અને કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
દુર્ઘટના ક્યાં કારણે બની હતી…!!!
આગામી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર છે.આ કાર્યક્રમને લઈને SOU આસપાસ વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગરુડેશ્વર નર્મદા ઘાટ પર નવીનીકરણ અને પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલુ હતું.રવિવારે કામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતાં કામ કરી રહેલા ત્રણ સ્થાનિક શ્રમિકો દટાઈ ગયા હતા.

મોતને ભેટેલા શ્રમિકોએ સેફ્ટીના બુટ,હેલ્મેટ અને બેલ્ટ પણ પહેરેલ ન હતો..!!!
FIRમાં આપેલી વિગતો હતી કે મોતને ભેટેલા ત્રણેય શ્રમિકોના શરીરે સેફટી બુટ,સેફટી હેલ્મેટ,સેફટી બેલ્ટ કે શરીરની તકેદારી રાખી શકાય એવા કોઈ સેફટીના સાધનો પહેરેલા ન હતા.તેમજ કામ કરનારા અન્ય બીજા શ્રમિકોને સેફટીના સાધનો પહેરેલા ન હતા.અને જીવના જોખમે શ્રમિકો કામ કરતા હતા.જેમાં ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો.