રાજપીપલાના રામપુરા અને તિલકવાડાથી શરૂ થઈ પરિક્રમા
શિનોર : તા 29 માર્ચ રાત્રી ના 10 વાગ્યા પછી ગ્રહણ અને અમાસ દૂર થતાંની સાથેજ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા શરૂ થઈ હતી. પરિક્રમાવાસીઓમાં ભારે ઉત્સાહ અને ઘસારો જોવા મળ્યો હતો. ઉત્તર વાહીની નર્મદા પરિક્રમામાં આખી રાત ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા નર્મદા જિલ્લાના રાજપીપલાના રામપુરા અને તિલકવાડાથી માઇભક્તો શરૂ કરે છે.

ઉત્તર વાહીની નર્મદા પરિક્રમામાં વડોદરા જિલ્લાના માઈ ભક્તોએ પરિક્રમાની પહેલી રાત્રીએ ભરપૂર લાભ લીધો હતો.
ઉત્તર વાહીની નર્મદા પરિક્રમા નર્મદા જિલ્લાના રાજપીપલાના રામપુરા ગામના રણછોડ રાયજીના મંદિરે થી શરૂ કરી શહેરાવ ગામ પાસેના ગુવાર ભાઠા થઈ નર્મદા નદી ક્રોસ કરી નર્મદા નદીના સામા કિનારે આવેલા તીલકવાડાના મણીનાગેશ્વર મંદિરથી રેંગણ ગામના ઘાટ થઈ નર્મદા નદીના સામા કિનારે કીડીમકોડી ઘાટે નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે.

કાશીમાં જેમ ગંગા ઉત્તરમાં વહે છે તેમ અહીં નર્મદા ઉત્તરવહીની છે

જેમ કે ગંગા તરફથી જ્ઞાન યમુના તરફથી પ્રેમ જ્યારે નર્મદાની પરિક્રમા થી મળે છે મોક્ષ. આથી માઈ ભક્તો મોક્ષ માટે ઉત્તર વાહીની નર્મદા પરિક્રમામાં ઉમટ્યા હતા. ગંગોત્રી માંથી ગંગા નું વહન થઈ કાશીમાં આવે છે, તે ઉત્તર દિશામાં છે. ત્યાનું મહત્વ વધી જાય છે તેવીજ રીતે ગુજરાતના નર્મદા જિલ્લાના રામપુરા ગામ થી તીલકવાડા ગામ વચ્ચે મા નર્મદા ઉત્તર વાહીની એટલેકે ઉત્તરમાં વહે છે.
વડોદરાથી પરિક્રમામાં કેવી રીતે જઈ શકાશે?
જો વડોદરા થી ઉત્તર વાહીની નર્મદા પરિક્રમા કરવા જવું હોય તો વડોદરા થી ડભોઇ જઈ શિનોર ચોકડી થી રાજપીપલા રોડ સેગવા ચોકડી થઈ નર્મદા નદી પર વડોદરા – નર્મદા જિલ્લા ને જોડાતા રંગસેતુ બ્રિઝ પરથી પોઇચા – રાજપીપલા રોડ પર શહેરાવ થઈ રામપૂરા જવાય છે. આખી મા નર્મદા ની પરિક્રમા અંદાજિત 3500 કિલોમીટર ચાલીને માઈ ભક્તો કરતા હોય છે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે ઉત્તર વાહીની અંદાજિત ફક્ત 18 કિલોમીટર નર્મદા પરિક્રમા કરવાથી મોક્ષ પ્રાપ્તિ સહિત આખી નર્મદા પરિક્રમા કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્તિ થાય છે
સલામતી માટે તમામ વ્યવસ્થા કરાઇ
ઉત્તર વાહીની નર્મદા પરિક્રમા ના પહેલા દિવસે 200 પોલીસ ખડેપગે, વહીવટી તંત્ર ખડેપગે નર્મદા ઘાટ પાસે બોટિંગ, ફાયર એન્ડ સેફટી સાથે, એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ સાથે પરિક્રમા માર્ગ પર લાઈટીંગ વ્યવસ્થા , પાર્કિંગ સહિત ની તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.
