ગદાપુરા આવાસના રહીશો દ્વારા દૂષિત પાણી મુદ્દે પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે
વડોદરા શહેરના ગદાપુરા આવાસ ના મકાનોમાં ગંદકી સામ્રાજ્યથી હેરાન પરેશાન આવાસના રહીશો દ્વારા આગામી પાલિકાની ચૂંટણીના બહિષ્કાર ની ચીમકી આપવામાં આવી છે.
વડોદરા શહેરના ગદાપુરા વિસ્તારના આવાસના મકાનોમાં ગટરના ઉભરાતા દૂષિત પાણીથી રહીશો ત્રાહિમામ થઈ ગયા છે અને રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર છે. છેલ્લા ઘણા સમયથી ગટરના ઉભરાતા પાણી બાબતે રહીશોએ વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરી છે. પરંતુ કાઉન્સિલરો આ સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે . એટલું જ નહીં વોર્ડ નંબર 11માં રજૂઆતનું કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે સ્થાનિકોએ એકઠા થઈ પોતાની સમસ્યાને લઈ વિસ્તારના કાઉન્સિલરો વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણી ની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી આપી હતી.
સ્થાનિકોનું કહેવું છે છેલ્લા પાંચ વર્ષથી અમે આ ગંદકીમાં જે પરિસ્થિતિમાં રહીએ છીએ તે બહુ જ ખરાબ છે. અમે અરજીઓ કરી છે, ઓનલાઇન અરજી કરી છે, લેખિતમાં આપેલી છે . કોર્પોરેટરોને પણ કહ્યું છે .એ લોકો આવે છે અને કહે છે કે અમારું કામ નથી .તમે અરજી કોર્પોરેશનમાં કરો કાઉન્સિલરો પોતાના હાથ અધ્ધર કરી દે છે. અમે અનેક વખત ગટરો ઊંચી કરવા માટે કાઉન્સિલરોને અને મહાનગરપાલિકામાં અરજી કરી છે . છતાં કોઈ અમારા વિસ્તારમાં ધ્યાન આપતા નથી. અમારા વિસ્તારમાં આ ગંદકીના કારણે બીમારીઓ ફેલાઈ છે. એક જવાન બેબી પણ આ ગંદકીના કારણે બીમાર પડી હતી અને મૃત્યુ થયું છે.
એની જવાબદારી પણ કોઈ લેવા તૈયાર નથી. અધિકારીઓ પોતાના કાનમાં તેલ નાખીને બેઠા હોય એમ અમારું સાંભળતા નથી. જેથી આવનારા ઇલેક્શનમાં તમે કોઈ વોટ કરવાના નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ.