Vadodara

નદીમાં ડૂબતાને કેવી રીતે બચાવવા, કોટના કિનારે મોકડ્રીલ

વડોદરા: છેલ્લા કેટલા વખતથી નદીમાં નાહવા ગયેલા સહેલાણીઓ નદીમાં ઊંડે ઉતરી જતા અને પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના અનેકો બનાવ બન્યા હતા. ત્યારે ચોમાસાને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા પાસે આવેલી મહીસાગર , કોટના બીચ , નારેશ્વર ખાતે નદી માં તણાઈ જવાથી કે ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. ત્યારે આજે કોટના નદી કિનારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મોક ડ્રીલમાં ફાયર, પોલીસ, ગ્રામજનો અને તરવૈયા હજાર રહ્યા હતા.પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ ગામના લોકોને પાણીમાં કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તે અંગે માહિગાર કર્યા હતા. ચોમાસુ નજીક છે અને નદી કિનારા અને નીચાણ વાળા વિસ્તાર માં અચૂક પાણી ભરાતા હોય છે ત્યારે બચાવ કામગીરી કેવી.રીતે કરવી એ પણ શીખવાડવામાં આવ્યું હતું.

Most Popular

To Top