પ્રતિનિધિ નડિયાદ તા 29
આજે બુધવારે વહેલી સવારે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ રેલવે સ્ટેશન રોડ પર પહોંચી હતી જ્યાં ટાઉન મથકની સામે આવેલી તેર દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ગતરોજ મોડી રાત્રે દુકાનદારોને આપ્યા બાદ વહેલી સવારે જેસીબી સહિતની મશીનરી સાથે પહોંચેલી નડિયાદ મહાનગરપાલિકાની ટીમે દુકાનો તોડવાનું શરૂ કરી દીધું છે. લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે જાણે નગરપાલિકાએ અંત લાવી દીધો હોય તેમ એક આ દુકાનો તોડી નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનરો અને દબાણ વિભાગની ટીમ સહિતના લોકોએ સંયુક્ત રીતે આ દુકાનો તોડવાની કામગીરી હાથ ધરી છે.