હનુમાન પાર્કની બાજુમાં માર્કિંગ કરી કાચા પાકા મકાનો તોડી પાડયા

(પ્રતિનિધિ) નડિયાદ, તા.25
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આજે સતત બીજા દિવસે ટીપી આઠમાં માર્કિંગ કરવાની કામગીરી કરાઈ છે. ડી માર્ટ ની સામે થી શરૂ થઈ અને પીપલક તરફ જતા રિંગ રોડ માટે 36 મીટર નો રોડ બનાવવા માટે વચ્ચે અધિગ્રહણ કરાયેલી તમામ જગ્યાએ કાચા અને પાકા બાંધકામો તોડવામાં આવી રહ્યા છે.
નડિયાદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે ડીમાર્ટ થી અંદર જતા હનુમાન પાર્કની બાજુમાં માર્કિંગ શરૂ કરાયું હતું. કા રોડ પર 36 મીટર પહોળો રીંગરોડ બનાવવાનો હોવાથી અત્રે હરમન પાર્કની બાજુમાં કાચા મકાનો અને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગઈકાલે સુંદરકુઈમાં જ્યાં મકાનો તોડવામાં આવ્યા હતા તે સ્થાને થી માંડી ડિમાર્ટ તરફના રોડ પર 36 મીટર પહોળો રોડ બનાવવા માટે માર્કિંગ કરાયું છે અને અત્રે બ્રિજ પણ બનાવવાનો હોય તે મુજબ માર્કિંગ કરી કાર્યવાહી હાથ કરવામાં આવી છે. જેસીબી અને દબાણ વિભાગ ની ટીમ સાથે પહોંચેલા મનપા પ્રશાસન દ્વારા આજે વહેલી સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ડી માર્ટથી પીપલદ ચોકડી તરફના આ રોડનું માર્કિંગ કરી પ્રાયોગિક કામગીરી પૂર્ણ કરાવી છે.
