ખેડા જિલ્લાના મોટા માથાઓએ જ 91 લાખની સ્ટેમ્પ ડ્યુટી ન ભરી
બાકી રકમ ન ભરે તો મિલકતની હરાજી કરવા માટે ચિમકી
ઉદ્યોગપતિ, રાજકીય નેતા સહિતને નોટીસ મળતાં દોડધામ
ખેડા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પડ્યુટી ભરપાઇ ન કરતાં 32 જેટલા બાકીદારને નોટીસ ફટકારી હતી. આ બાકીદારોમાં ઉદ્યોગપતિ અને રાજકીય નેતાઓનો પણ સમાવેશ થાય છે. જેઓએ 91 લાખથી વધુ રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરી નથી. આ નોટીસો મળતાં દોડધામ મચી છે.
ખેડા જિલ્લામાં એક લાખથી વધુ ખુટતી સ્ટેમ્પ ડ્યુટી લેવા પાત્ર બાકી હોય તેવા પક્ષકારોને સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી – ખેડા દ્વારા બાકી રકમ વસુલ કરવા જમીન મહેસુલ કાયદા હેઠળ તથા અન્ય નોટીસ આપવા છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર કરી નથી. આથી, આવા પક્ષકારોએ ખુટતી સ્ટેમ્પ ડ્યુટી, દંડ, નિયત વ્યાજ તથા સરચાર્જ મળી જે રકમ નક્કી થાય તે રકમ તાત્કાલિક ભરપાઇ કરવા જણાવવામાં આવ્યું છે. અન્યથા જમીન મહેસુલ સંહિતા – 1879ની કલમ – 154, 155 મુજબ સ્થાવર, જંગમ મિલકતની જાહેર હરાજી કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના નાયબ કલેક્ટર મનિષા બ્રહ્મભટ્ટે પ્રથમ તબક્કામાં 32 જેટલા પક્ષકારો પાસે 91 લાખથી વધુ રકમ વસુલવા નોટીસ ફટકારી છે. જેમાં ઉદ્યોગપતિ, રાજકીય નેતાઓનો સમાવેશ થતાં ભારે દોડધામ મચી છે.
કોની કેટલી રકમ બાકી ?
ચેતનકુમાર રમણભાઈ પ્રજાપતિ (રૂ.3.02 લાખ), ચંદુભાઈ ગોરધનભાઈ પટેલ (રૂ.9.93 લાખ), જયલક્ષ્મી કન્ટ્રક્શનના ભાગીદાર વાસુલાલ મેલારામ નાગદેવ (1.10 લાખ), રહીમાબહેન મહંમદભાઈ અલાદ (1.66 લાખ), મુકેશભાઈ ભીખુભાઈ પટેલ (રૂ.3.28 લાખ), નાગજીભાઈ જોધાભાઈ ભરવાડ (રૂ.3.31 લાખ), કાંતિ ઓટો ફેબ્રિકેશન પ્રા. લી.ના ડાયરેક્ટર સુનીલભાઈ પટેલ (રૂ.5.18 લાખ), રંજનબહેન અમૃતલાલ બ્રહ્મભટ્ટ (રૂ.1.11 લાખ), અમરીશભાઈ ચીમનભાઈ પટેલ (રૂ.1.29 લાખ), જયેશકુમાર ડાહ્યાભાઈ સોલંકી (રૂ.2.78 લાખ), રંગોળી માર્બલ્સના માલિક સંજયકુમાર પ્રકાશચંદ્ર શાહ (રૂ.2.40 લાખ), સુમિત્રાબહેન ડાહ્યાભાઈ ખાતરી (ચંદ્રકાંત અંબાલાલ ખત્રી) (રૂ.2.13 લાખ), સોનલબહેન ચેતનકુમાર રાજા (શૈલેષકુમાર જયંતીભાઇ પટેલ) (રૂ.3.48 લાખ), પટેલ બ્રિજેશકુમાર વિનુભાઈ (રૂ.3.30 લાખ), નટુભાઈ રામાભાઈ પટેલ (રૂ.1.18 લાખ), સુમિત્રાબહેન ડાહ્યાભાઈ ખાતરી (રૂ.4.42 લાખ), અંબાલાલ જી. પટેલ (રૂ.3.43 લાખ), મંજુબહેન ગોપાલકૃષ્ણ માંડોવારા (રૂ.3.07 લાખ), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નડિયાદના ચેરમેન ધુળાભાઈ મોતીભાઈ વાઘેલા (રૂ.2.09 લાખ), વિજયભાઇ નટુભાઈ પટેલ (રૂ.1.27 લાખ), કલ્પેશકુમાર રમણલાલ પટેલ (રૂ.4.02 લાખ), કમલેશભાઈ મગનભાઈ પટેલ (રૂ.1.41 લાખ), મેસર્સ વી.બી. પટેલ એન્ડ કંપની ભાગીદારી પેઢી વતી પ્રકાશભાઈ પટેલ (રૂ.1.02 લાખ), શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર વિનોદભાઈ મયુરભાઈ પટેલ (રૂ.2.84 લાખ), બાબુભાઈ પરશોત્તમભાઈ પટેલ તથા આનંદભાઈ પટેલ, ભગવતભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ (રૂ.1.42 લાખ), જલસાગર બિલ્ડીંગ એસોસિએશન પ્રા. લી. ડાયરેક્ટર જીગર ઉપેન્દ્રભાઈ પટેલ (રૂ.3.70 લાખ), કૌશિકભાઈ ભીખુભાઈ પટેલ તથા મુકેશભાઈ ભીખુભાઈ પટેલ (રૂ.3.28 લાખ), ગીરીરાજ ઓટોમોબાઇલ્સ પ્રા. લી.ના ડાયરેક્ટર અરવિંદભાઈ ઇન્દુભાઈ પટેલ (રૂ.1.84 લાખ), મુકેશકુમાર ભોવાનભાઈ પટેલ (રૂ.3.41 લાખ), શાહ પ્રહલાદભાઈ મોહનલાલ (રૂ.1.72 લાખ), કલાબહેન ધર્મેન્દ્રભાઈ ભાનુશાલી (રૂ.4.55 લાખ) અને વિઠ્ઠલભાઈ ચતુરભાઈ પટેલ (રૂ.1.32 લાખ)નો સમાવેશ થાય છે.