સોશિયલ મીડિયા પર યુવતીના ફોટા વાયરલ કર્યા હતા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.31
નડિયાદમાં એક હિન્દુ યુવતીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરી અને તેની છેડતી કરવા સહિત પીછો કરી ધમકીઓ આપવાના મામલે કુખ્યાત માસુમ મહીડાને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2015-16ની આ બિના મામલે કોર્ટે આરોપીને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
સમગ્ર મામલે પીડિતાના વકીલ કેતનભાઈ પટેલના જણાવ્યા મુજબ વર્ષ 2015-16માં નડિયાદમાં ચકચારીત લવજેહાદનો કેસ બન્યો હતો. આ ગુનાના આરોપી માસુમ મહીડાએ હિન્દુ દિકરીને લલચાવીને પોતાના સંકજામાં લીધી હતી. તે બાદ યુવતી ત્યાંથી છૂટી નીકળી અને પોતાના માતા-પિતા પાસે પરત આવી હતી. આ બાદ યુવતી નડિયાદ નજીકની એક યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જતી હતી, તે દરમિયાન આ માસુમ મહીડા રસ્તામાં યુવતીની ગાડી પાસે તેની ગાડી લઈ જઈ અને કાચ ખોલી ચક્કુ બતાવી મારી નાખવાની ધમકી આપતો હતો. આ સિવાય માસુમ મહીડાએ યુવતીના ફોટોગ્રાફ્સ વાંધાજનક સ્લોગન સાથે સોશિયલ મીડિયા પર મુકતો હતો. જેથી યુવતી વકીલ મારફતે પહેલા આ તમામ પોસ્ટ દૂર કરવા અને આ પ્રકારની ધાકધમકી અને કૃત્યો બંધ કરવા માટે માસુમ મહીડાને નોટીસ આપી હતી, તેમ છતાં માસુમે તમામ કૃત્યો ચાલુ રાખ્યા હતા. દરમિયાન યુવતીએ પશ્ચિમ પોલીસ મથકે મારી 354 (બી) અને 506, 576 સહિત ઈન્ફરમેશન એન્ડ ટેકનોલોજી અન્વયેની કલમો મુજબ માસુમ મહીડા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ થતા કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં સરકારી વકીલ ગજેરા અને વીથ પ્રોસિક્યુશન કેતનભાઈ પટેલ દ્વારા પીડિતાના પક્ષે મજબૂત દસ્તાવેજી અને મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. જે મામલે આજે નડિયાદ એડી. સિવિલ જજ અને જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ ચૈતન્ય વી. લિમ્બાચિયાએ આરોપી માસુમ મહીડાને દોષિત ઠેરવી અને 3 વર્ષની સજા ફટકારી છે અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
માસુમ મહીડા સામે અનેક ગુના
કુખ્યા માસુમ મહીડા ના માત્ર લવ જેહાદ પરંતુ ધાક-ધમકી, છેતરપીંડી, વિશ્વાસઘાત, આર્મ્સ એક્ટ, બોગસ દસ્તાવેજો, પ્રોહીબીશન અને ચેક રીટર્ન સહિતના કેસોનો આરોપી છે અને તો સાથે જ આ આરોપીને ભૂતકાળમાં પાસા પણ થયેલી છે. આ સિવાય હાલ આ કેસની જ પીડિતાનું અપહરણ કરી અને બોગસ નિકાહનામુ બનાવવાના કેસમાં માસુમ મહીડા અને તેના અન્ય સાગરીતો સામે ગુજરાત ધર્મ સ્વતંત્ર્તા અધિનિયમ હેઠળનો કેસ કોર્ટમાં ચાલવા પર છે.
માસુમની ચુંગાલમાંથી છૂટેલી પીડિતાએ સ્ફોટક ખુલાસા કર્યા હતા
સમગ્ર મામલે પીડિતાને આરોપી માસુમ મહીડા ફોસલાવીને ભગાડી ગયો હતો. જે પ્રકરણમાં યુવતી માસુમની ચુંગાલમાંથી છૂટી અને માતા-પિતા પાસે પહોંચી હતી અને રાત્રે જ એફીડેવીટ કરી હતી. જેમાં સ્ફોટક ખુલાસા કરતા જણાવ્યુ હતુ કે, રિવોલ્વરની અણીએ નિવેદનો લેવાતા હતા. તેમજ ઉર્દુ ભાષામાં લખેલા પત્ર પર બળજબરીપૂર્વક સહી કરાવી હતી. તેમજ માસુમે પીડિતાને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ઉલ્લેખ્યુ હતુ.
નડિયાદમાં હિન્દુ યુવતીનો પીછો કરી ધમકાવવાના કેસમાં માસુમ મહીડાને 3 વર્ષની કેદ
By
Posted on