Charotar

નડિયાદમાં છાંટીયાવાડ વિસ્તારમાં એક મકાન નમી જતા પાલિકાની ટીમ દોડતી થઈ…


મહિના પહેલા બાજુનું મકાન જમીન દોસ્ત કરાયું હતું જેના પગલે પાસેનું અન્ય મકાન આખું પડવાના આરે

  • મકાનની ચારે બાજુ મોટી મોટી તિરાડો પડી
    (પ્રતિનિધિ) નડિયાદ, તા.6
    નડિયાદ નગરપાલિકા છાંટીયાવાડ વિસ્તારમાં નાની પટેલ ખડકીમાં એક ગ્રાઉન્ડ ફ્લોર સહિત ઉપર બે માળ ધરાવતા મકાનમાં ચારે બાજુ તિરાડો પડી ગઈ છે. મહિના પહેલા બાજુનું મકાન જમીનદોશ કરાયું હતું અને તે બાદ બંને મકાનની દીવાલ એક જ હોય આજનું મકાન પણ પડવાના આરે આવી ગયું છે જેથી નડિયાદ નગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી છે.
    માહિતી મુજબ વિસ્તારમાં નાની પટેલ ખડકી આવેલી છે અહીંયા મહાદેવ મેટલ નામનું ગ્રાઉન્ડ ફ્લોર પર કોમર્શિયલ ઉપયોગ અને તેની ઉપર બે માળ રહેણાંક બનાવવામાં આવેલા છે. ગ્રાઉન્ડ સાથે બે ફ્લોર ધરાવતા આ મકાનમાં આજે એકાએક ચારેબાજુ તિરાડો પડી હતી અને આખું મકાન છેક પાયાથી ઉપર સુધી જર્જરીત બની ગયું હતું અને આ મકાન પડવાની હાલતમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અગાઉ આજે મકાન નમી ગયું છે તેની બાજુમાં જે એક જ દિવાલ ધરાવતું બીજું મકાન હતું તેમ મકાન માલિક દ્વારા પોતાનું મકાન જમીનદોસ્ત કરાવ્યું હતું અને બંને મકાનની દીવાલ એક જ હોય આ મકાન ધારાસય થતા બાજુના મકાનમાં ભારે નુકસાન થયું હતું. જેના પગલાં વરસાદી સીઝનમાં હાલ આજે તો આ મકાન એક તરફ નમી ગયું હોય અને પાયાથી માંડી ઉપર સુધી ભારે નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઘટનાના પગલે તાત્કાલિક નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. જ્યાં હાલ તો મકાન સંપૂર્ણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. નગરપાલિકાની ટીમ દ્વારા અહીંયા મકાન માલિક આશારામ અંકુજી ચૌધરીને નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ મકાન ઉતારી લેવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

Most Popular

To Top