નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
નડિયાદ, તા. 1
નડિયાદ શહેરના સાથ બજાર વિસ્તારની નજીક આવેલા ચોકસી બજારમાં લૂંટારો હોય ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હાલ નડિયાદ ટાઉન પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.
નડિયાદ ટાઉન પોલીસની હદમાં આવતા સાંથ બજાર નજીકના ચોકસી બજાર વિસ્તારમાં અજાણ્યા લૂંટારુઓ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. આ વિસ્તારમાં ઘરેણાંની દુકાનો છે અને સાંજના આઠ વાગ્યાના સુમારે એક સોનીની દુકાનમાંથી યુવક દુકાનની થેલી લઈને નીકળ્યો હતો. એમાં દુકાનની રોકડ રકમ સહિતનો સામાન હતો. અત્રે આજે અજાણ્યા લુટારૂઓ દ્વારા લૂંટ ચલાવવા આવ્યા હતા. તે વખતે યુવક પાસેથી બેગ પડાવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મંસા પૂરી ન થતાં હવામાં ફાયરિંગ કરી અને ભાગી છૂટ્યા હતા. હાલ આ સમગ્ર મામલાને લઇ નડિયાદ ડિવિઝન ના ડીવાયએસપી વિમલકુમાર બાજપાઈ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ભરવાડ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા છે અને આ સમગ્ર મામલે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મેળવી આગળની તપાસ હાથ ધરી છે.