NMC માટે મિરાંત પરીખની નિમણૂક રદ કરાઈ
1 જાન્યુઆરીના રોજ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર થયા બાદ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક કરી હતી. આ નિમણૂક આજે રદ કરીને ભાવનગરના ડીડીઓને NMCના કમિશનર તરીકે નિમણૂક આપી છે.
લાંબા સમય બાદ નડિયાદ શહેરની માંગણીને સંતોષી મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પહેલી જાન્યુઆરીએ સત્તાવાર રીતે નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો મળ્યો હતો. 1 તારીખે મોડી સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મીરાંત પરીખને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જોકે તેઓ આજદિન સુધી હાજર થયા ન હતા અને આજે મોડી સાંજે તેમની નિમણૂક રદ કરવામાં આવી છે અને તેમના સ્થાને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓ જી એચ સોલંકીને મૂકવામાં આવ્યા છે. મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવામાં મોડી પડેલી નડિયાદ નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા બાદ પણ કમિશનર મળવામાં પણ મોડું થયું છે.
નડિયાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓ જી.એચ.સોલંકીને નિમણૂક અપાઈ
By
Posted on