*રાજ્ય પુરવઠા વિભાગે સપાટો બોલાવતા ફફડાટ
નડિયાદમાં ખાડ વિસ્તાર નજીક આવેલી સત્તાધારી પક્ષનો કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાન પર રેડ પડતા ચકચાર મચી છે. વોર્ડ નંબર 3ના કાઉન્સિલર સંજયભાઈ સચદેવના દુકાન પર આજે સ્ટેટ પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો હતો જે ઘટનામાં મોડી સાંજે સમગ્ર ચારથી વધુ આરોપીઓને નડિયાદ ટાઉન ખાતે ખસેડ્યા હતા.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ શુક્રવારે વહેલી સવારથી મામલતદાર સહિતની ટીમ નડિયાદના કબ્રસ્તાન ચોકડીથી સંત અન્ના તરફના રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાન પર પહોંચી હતી. આ સસ્તા અનાજની દુકાન નડિયાદના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર સંજયભાઈ સચદેવની છે, જેમાં બોગસ અંગૂઠાઓથી સરકારી અનાજનો વેપલો થતો હોવાનું સામે આવતા આ સમગ્ર મામલે સ્ટેટ પુરવઠા વિભાગે દરોડો પાડી તપાસ આદરી હતી. જે દરમિયાન જિલ્લા કલેકટર, પુરવઠા અધિકારી, નડિયાદ મામલતદાર સહિતની ટીમ સ્થળ પર હાજર રહી હતી. જેમાં દિવસભર આ દુકાનને કોર્ડન કરી તપાસ ચલાવાઇ હતી. જે દરમિયાન દુકાનના સંચાલકો સહિત તમામ અગ્રણીઓના મોબાઈલ જપ્ત કરી લેવાયા હતા. આ સાથે જ તપાસ દરમિયાન દુકાળની અંદર મોટા પ્રમાણમાં માલુમ પડ્યું હતું જેના પગલે સમગ્ર મામલે ભાજપના વોર્ડ નંબર 3ના કાઉન્સિલર સંજયભાઈ સચદેવ અને તેમના ભાઈ તેમજ પૂર્વ કાઉન્સિલર અમિતભાઈ સચદેવ સહિત દુકાનમાં કામ કરતા તમામને ઝડપી લઇ નડિયાદ ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
સંજય સચદેવ દુકાનના સંચાલકોના એઓસિયેશનનો પ્રમુખ પણ છે
સમગ્ર ઘટનાક્રમમાં દુકાન સાથે સંકળાયેલા સંજયભાઈ સચદેવ વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર ની સાથોસાથ સસ્તા આનાથી દુકાનના સંચાલકોના એસોસિયેશન પ્રમુખ છે તેમજ નડિયાદની તમામ સસ્તા અનાજની દુકાનો પર સંપૂર્ણ પણે તેમનો હોલ્ડ છે. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવા છતાં સપાટો બોલતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.