Charotar

નડિયાદથી ડાકોર જતી એસ.ટી. બસનું ટાયર ફાટતા અકસ્માત


એસ.ટી. બસ ડીવાઈન્ડર કુદી રીક્ષામાં ઘુસી જતા 7 મુસાફરો ઈજાગ્રસ્ત
(પ્રતિનિધિ) નડિયાદ, તા.14
નડિયાદ નજીક એક ભયાવહ અકસ્માત થતા રહી ગયો છે. આ અક્સ્માતમાં 7 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છ, જો કે કોઈ દુર્ઘટના થઈ નથી, તેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નડિયાદથી ડાકોર તરફ જતી એસટી બસનું ચાલ બસે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. બસનું ટાયર ફાટતાં ડીવાઈડર કૂદી રીક્ષાનો કચ્ચરઘાણ વાળી બસ નજીકના પ્લોટમાં સિમેન્ટની દીવાલ તોડી ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડતી થઇ ગઇ હતી.
નડિયાદ પાસેના સલુણ ગામ નજીક શુક્રવારે જીવલેણ અકસ્માત થતો થતો રહી ગયો છે. જેમાં નડિયાદથી ડાકોર તરફ આવતી એસટી બસનુ આગળના વ્હિલનુ એકાએક ટાયર ફાટતાં બસના ચાલકે કન્ટ્રોલ ગુમાવ્યો હતો. અને દોઢ ફુટનુ ડિવાઈડર કૂદાડી સામેની સાઈડે ધસી આવી હતી. આ બાદ એસટી બસે સામેથી આવતી CNG રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રીક્ષાનો લોચો વળી ગયો હતો અને એ બાદ પણ એસટી બસ અટકવાનુ નામ ન લેતા નજીક આવેલા ખાલી પ્લોટની દીવાલ તોડી અંદર ધસી આવી હતી. જ્યાં જઈને બસ અટકતા બસમાં બેઠેલા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે આ ઘટનામાં રીક્ષામાં બેઠેલા મુસાફરો અને બસના ચાલક તેમજ એક બે મુસાફરો મળી કુલ 7 લોકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. જે પૈકી બે વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા છે. જ્યારે અન્ય લોકોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે મોકલી સારવાર કરવામાં આવી રહી છે. બનાવના પગલે નડિયાદ ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બસના ચાલક લાલાભાઈએ કહ્યું કે, હું આ બસ લઈને નડિયાદથી ડાકોર જતો હતો ચાલુ ડ્રાઈવીગે બસનુ ટાયર ફાટતા બસ કન્ટ્રોલ બહાર જતી રહી હતી અને ડિવાઈડર કુદી સામેથી આવતી રીક્ષાને અડફેટે લીધી હતી. જે બાદ નજીક આવેલા પ્લોટની સિમેન્ટની દીવાલ તોડી ઘૂસી હતી. બસ છેલ્લે અટકી ત્યારે મને ડ્રાઈવર સીટ પરથી ઉછાળી દીધો હતો.

Most Popular

To Top