Charotar

નડિયાદથી કઠલાલ, કપડવંજ સુધી બસ મુકવા માંગ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ યોજી આવેદનપત્ર આપ્યું

(પ્રતિનિધિ) નડિયાદ તા.18

નડિયાદથી સીધા કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મુકવાની માગણી સાથે બુધવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બસ સ્ટેન્ડ પર દેખાવ યોજવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત બસ તાત્કાલિક શરૂ કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.

નડિયાદ સ્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉપરોક્ત છેલ્લા ઘણા સમયથી નડિયાદ – કઠલાલ અને નડિયાદ – કપડવંજ તેમજ અન્ય કઠલાલ – કપડવંજ વાળી બસ નિયમિત આવતી ન હોવાની ફરિયાદ કરી હત. આ બસ અનિયમિત હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. તેઓ વચ્ચે થતી ધક્કામુક્કીને કારણે કોઈ વિદ્યાર્થીને જાનહાની પણ થઈ શકે તેવી શક્યતાઓ છે. આ સિવાય ઘણી બસોમાં જબરજસ્તીથી વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે, બસની ક્ષમતા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે. જો આ વિદ્યાર્થીઓને કંઈ પણ થઈ જશે ? તો તેના માટે જવાબદાર કોણ ? નડિયાદની કોલેજમાં અભ્યાસ કર્યા પછી પોતાના વતન નડિયાદથી કપડવંજ અથવા નડિયાદથી કઠલાલ અથવા નડીયાદથી કઠલાલ કપડવંજ જતા રૂટમાં જે વિદ્યાર્થીઓની કોલેજ છૂટ્યાના સાંજના સમય દરમિયાન જે બસની અંદર વધારે માત્રામાં વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે. તો એના માટે વધારાની બસ દોડાવવામાં આવે જેનાથી અકસ્માતની સંભાવના ટાળવામાં આવે અને વિદ્યાર્થીઓને તેમના સફર દરમિયાન મુશ્કેલી ન વેઠવી પડે. જો આ બસો એક અઠવાડિયાની અંદર મૂકવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે. જેની સંપૂર્ણ જવાબદારી જે તે પ્રશાસનની રહેશે. તે હેતુથી બુધવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડીઆદ દ્વારા ડેપો મેનેજર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top