વડોદરામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે શહેરમાં અનેક જગ્યાએ કોર્પોરેશનના કામની પોલ ખુલી ગઈ છે અને અનેક માર્ગો વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયા છે. શહેરના નટુભાઈ સર્કલથી ગોત્રી હોસ્પિટલનો માર્ગ પણ ધોવાયો છે અને 1 ફૂટ જેટલા ઉંડા ખાડાઓ પડી ગયા છે. ત્યારે શહેરના હરિનગર બ્રિજ નીચે ખાડાઓ પડતા વાહનચાલકોને ભારે હાલાકી થઈ રહી છે અને જાણે કે ચંદ્ર પર આવી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલને લઈને મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે એમ્બ્યુલન્સ અને દર્દીને પણ પરેશાન થવાનો વારો આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં શહેરમાં આજ પ્રકારની પરિસ્થિતિ હોય છે. સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી અને તંત્ર સામે જનતા હવે રોષે ભરાઈ છે. સ્થાનિકો દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી છતાંય તંત્રની ટીમને સ્થળ પર જોવા આવવાનો પણ સમય નથી અને સ્થાનિકો જાતે જ રોડા નાખીને રોડને સમતળ કરે છે. ત્યારે બીજી તરફ વાહનોને પણ મોટુ નુકસાન પહોંચવાની ફરિયાદો સામે આવી છે. વાહન ચાલકો કહી રહ્યા છે કે આ વડોદરા નથી ખાડોદરા છે.
નટુભાઈ સર્કલ થી ગોત્રી હોસ્પિટલ નો માર્ગ ધોવાયો
By
Posted on