Vadodara

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જીગ્નેશ સોની બિનહરીફ ચૂંટાયા


લોકસભાની સામાન્ય ચૂંટણી પોતાનું નામ જાહેર થતા ની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી જેને લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્યપદના ફોર્મના વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે અનેકો નામોની વિચારણા કરવામાં આવી હતી આખરે સંઘ સર્વપરી તેનો ફરીથી એક વખત પરચો જોવા મળ્યો હતો જેમાં જીગ્નેશ સોનીના નામ ઉપર મોહર મારવામાં આવી હતી.

ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા એકમાત્ર નામાંકન પત્ર ચકાસવામાં આવ્યું હતું. જે જીગ્નેશ સોનીના નામનું હતું .ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ તેમનો ફોર્મ સ્વીકાર કરવામાં આવ્યું હતું. ગેઝેટમાં નામ આવ્યા બાદ તેઓ કાયદેસર રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ગણવામાં આવશે હાલ બિનહરીફ ચૂંટાયા તે બદલ તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું પુષ્પહાર પહેરાવી તેમજ મોઢું મીઠું કરાવી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top