આરટીઓ નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ વગરની ગાડી કેવી રીતે રોડ રસ્તા પર ફરી શકે ?


વડોદરા વન વિભાગને મગરના બચાવ કાર્ય માટે આઈ સી આઈ સી આઈ બેન્કના સી એસ આર ભંડોળમાંથી મહેન્દ્રા કંપનીની બોલેરો અપાયી છે.નંબર પ્લેટ વગર શહેરના રાજ માર્ગ પર કોની પરવાનગી હેઠળ ચાલક વાહન ચલાવે છે?. જો કોઈ માર્ગ અકસ્માત થાય તો વનવિભાગના કયા અધિકારી જવાબદારી લેશે તે એક સળગતો પ્રશ્ન છે. જો અકસ્માત દરમિયાન શહેરના કોઈપણ વ્યક્તિનુ મૃત્યુ થાય તો વળતર કોણ આપશે ?
આગામી દિવસોમાં વડોદરા ટ્રાફિક વિભાગ કે આરટીઓ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કાતો વાહનની વધુ તપાસ કરવામાં આવશે કે કેમ ?
છેલ્લા દોઢ વર્ષથી આ ગાડી વગર નંબરે ફરી રહી છે. વડોદરામાં આવેલા પુર દરમિયાન ક્રોકોડાઇલ રેસ્ક્યુ વેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પૂરગ્રસ્ત સ્થિતિમાં નંબર પ્લેટ નિકળી ગઈ હોય તો પણ વેનને સર્વિસ પણ કરવામાં આવી છે, ત્યારે નંબર પ્લેટ નાખવાનું કોઈને સૂઝ્યું નહીં હોય?

વેન સંદર્ભે વન વિભાગના અધિકારી કરણસિંહે જણાવ્યું હતું કે નંબર વગરની રેસ્ક્યુવેનની વાત સદંતર ખોટી છે. તે ગાડી નો નંબર GJ 06 GA 3770 છે. તે ગાડી નું રજીસ્ટ્રેશન થયેલું હોય તો જ નંબર હોય. ગાડી પર નંબર ન હોવાનું કારણ તેઓએ બતાવ્યું કે સતત કાર્યરત રહેતી આવે હોવાના કારણે ક્યાંક નંબર નીકળી ગયો હોય અથવા નંબર પ્લેટ પડી ગઈ હોય તેવું બની શકે. સાથે સાથે તેઓએ આ ગાડીનો વીમો પણ છે તેમ જણાવ્યું હતું.