Vadodara

નંદેશરીમા ભારતીય બનાવટના અંગ્રેજી દારુના જથ્થા સાથે બે ઝડપાયા

1200નંગ ક્વાટરિયા જેની કિંમત રૂ.1,32,000,બે નંગ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 50,000તથા છોટા હાથી ટેમ્પો જેની અંદાજે કિંમત રૂ 80,000મળીને કુલ રૂ 2,62,000નો મુદામાલ ઝડપાયો

(પ્રતિનિધિ) વડોદરા તા. 15

શહેરના નંદેસરી વિસ્તારમાં ફરસાણની દુકાનની બાજુમાં બે ઇસમો ભારતીય બનાવટના અંગ્રેજી દારુનો જથ્થો લાવી વેચાણ કરવા માટે દારુની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે નંદેસરી પોલીસે છાપો મારી કુલ 1200નંગ ક્વાટરિયા જેની આશરે કિંમત રૂ 1,32,000 સહિત સાથે બે લોકોને ઝડપી પાડી તેઓ પાસેથી બે નંગ મોબાઇલ ફોન તથા છોટાહાથી ટેમ્પો મળીને કુલ રૂ.2,62,000નો મુદામાલ ઝડપી પાડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નંદેસરી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.પંડ્યાને અંગત રીતે માહિતી મળી તેના આધારે નંદેસરી પોલીસ સ્ટેશન ની નજીક આવેલા ગાયત્રી સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાન પાસેથી બે ઇસમો જેમાં પ્રિતેશભાઇ શંકરભાઇ ચૌહાણ (રહે. એલ.આઇ.જી.કોલોની, મકાન નંબર -5, નંદેસરી ગામ) તથા ડ્રાઇવર વનરાજભાઇ રાવજીભાઇ પરમાર(રહે. મકાન નંબર 64-65,જલારામનગર, નંદેસરી ગામ) બંને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ લાવી હેરાફેરી માટે ટેમ્પોમાં લાવી વેચાણ કરવા લાવ્યા હોવાની માહિતીના આધારે છાપો મારતાં બંને ઇસમોને 1200નંગ અંગ્રેજી દારુના પ્લાસ્ટિકના ક્વાટરિયા જેની અંદાજે કિંમત રૂ.1,32,000, બે નંગ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.50,000તથા છોટાહાથી ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-ઝેડઝેડ-2804 જેની અંદાજે કિંમત રૂ 80,000 મળીને આશરે કુલ રૂ.2,62,000ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર મામલે ડી.જે.ચાવડા- એસીપી એ-ડિવિઝન દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં તાલુકા પંચાયત ની ચૂંટણી હોય આ દારુનો જથ્થો કોના કહેવાથી અને કોણે મંગાવ્યો હતો ક્યાંથી દારૂ લાવવામાં આવ્યો છે તથા કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને આરોપીઓ જેમાં પ્રિતેશ ચૌહાણ ગાયત્રી સ્વીટ્સ એન્ડ ફરસાણનો માલિક છે જ્યારે વનરાજ ડ્રાઇવર છે હાલમાં બંનેની પૂછપરછ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top