Jetpur pavi

ધો.10 અને 12 બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ, જેતપુરપાવી સહિત જિલ્લામાં ઉત્સાહનો માહોલ


પ્રતિનિધિ, જેતપુર પાવી:;

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેતપુરપાવી સહિત સમગ્ર જિલ્લામાં પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ અને થોડી ગભરાટ વચ્ચે પરીક્ષા શરૂ થઈ હતી.

જેતપુરપાવી ખાતે આવેલી શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓનું કંકુ તિલક કરી અને મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલમાં પરીક્ષા યોજાઈ શકે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સવારથી જ કેન્દ્રો બહાર ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણવિદો દ્વારા વિદ્યાર્થીઓને નિડર રહી, એકાગ્રતાથી અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવા શુભેચ્છાઓ પાઠવી હતી .

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top