Vadodara

ધૂળેટીમાં નદી, તળાવમાં નહાવા જશો તો પોલીસ પકડી લેશે, નર્મદા કિનારે બંદોબસ્ત ગોઠવાયો

શિનોર તાલુકામાં હોળી ધુળેટી ના પર્વને લઈ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો

શિનોર તાલુકામાં ધૂળેટીના પર્વને લઈને 14 માર્ચના રોજ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં નાહવા અને અન્ય કામે જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વડોદરા જીલ્લા કલેકટર દ્વારા હોળી ધુળેટી ના બે દિવસ નદી અને તળાવો સહિત નાહવા માટેના સ્થળ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં દિવેર મઢી નદી, નારેશ્વર, માલસર, સિનોર ,પોઇચા બ્રિજ, ચાણોદ સહીત નદીઓમાં નાહવા જઈ શકાશે નહીં.
સિંધરોટ, ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં ન્હાવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.
જેને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના બે દિવસ માટે નદી અને તળાવો સહિતના નાહવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે શિનોર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Most Popular

To Top