Vadodara

ધારાસભ્ય કેયુર રોકડીયા રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા

વડોદરામાં બુધવારે થયેલા ભારે વરસાદમાં ધારાસભ્ય કેયુર રોકડીયા સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા હતા. વડોદરા શહેરમાં સવારે 8 વાગ્યાથી સાંજે 7 સુધી થયેલ 12 ઇંચથી વધુ વરસાદના કારણે રોકડીયા સયાજીગંજ વિધાનસભામાં આવતા વિસ્તારોમાં સતત સક્રિય રહ્યા હતા. વરસાદી પાણી ભરાતા કોર્પોરેશન અને પોલીસ તંત્રને સાથે રાખી મુલાકાત લઈ પાણી નિકાલ, બચાવ, રાહત કામો કર્યા તથા દશામાં તળાવની આસપાસ સેવાવસ્તીમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં જોતરાયા હતા.

Most Popular

To Top