પ્રતિનિધિ:નસવાડી
નસવાડી તાલુકાના ધારસિમેલ અને કેવડી ગ્રામ પંચાયતના 13 ગામોના લોકોએ તાલુકા પંચાયત કચેરીમાં આવી તલાટી વિરુદ્ધ સુત્રોચાર કરી અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં આવતા ના હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

નસવાડી તાલુકાના ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 અને કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં 7 ગામો આવેલા છે. જયારે આ બે ગ્રામ પંચાયતની વસ્તી 6000થી વધુ છે અને તાલુકાના છેવાડાના ગામો છે. આ બંને ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિશિતભાઈ એન પંચાલ ફરજ બજાવે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ તલાટી ગ્રામ પંચાયત કચેરી ઉપર આવતા નથી. આવકના દાખલા, જાતિના દાખલા, જન્મ મરણના દાખલા તેમજ અન્ય કામગીરીમાં તલાટી ની સહી જરૂર પડે ત્યારે ગ્રામજનોને સહી માટે નસવાડી ખાતે જવું પડે છે. અનેકવાર ગ્રામજનોએ તલાટીને ગ્રામ પંચાયત કચેરી માં હાજર રહેવા માટે સૂચના આપવા છતાંય તલાટી પ્રજાની રજુઆત ના સાંભળતા રોષે ભરાયેલા ગ્રામજનો નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં આવ્યા હતા અને તલાટી વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. સાથે જ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી.

જયારે ગ્રામજનોએ ચીમકી આપી છે કે અમારી ગ્રામ પંચાયતને બીજા તલાટીની નિમણુંક નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. નસવાડી તાલુકામાં 60 ગ્રામ પંચાયતોમાં તલાટીઓ ની 38 જેટલી સંખ્યા છે. જયારે તમામ તલાટીઓને ગ્રામ પંચાયતો આપવામાં આવેલી છે અને ગ્રામ પંચાયત કચેરી ઉપર જઈને વહીવટ કરવાનો હોય છે. પરંતુ તલાટીઓ ગ્રામ પંચાયત કચેરી ઉપર જતા નથી. જેના કારણે લોકો ને નસવાડી ખાતે તલાટી ના ઘરે ધક્કા ખાવા પડે છે . જેને લઈને લોકોને ભાડાનો ખર્ચ તેમજ સમયનો વ્યય થાય છે જેને લઈને લોકો માં રોષ ભભૂકી ઉઠ્યો છે .
વર્ઝન ; એચ આર તલાટી , તાલુકા વિકાસ અધિકારી નસવાડી ; આજરોજ ધારસિમેલ અને કેવડી જૂથ ગ્રામ પંચાયત ના તલાટી ની વિરુદ્ધ માં ગ્રામજનો લેખિત માં રજુઆત કરી છે તેઓની રજુઆત ના આધારે તપાસ સમિતિ બનાવવામાં આવશે અને તલાટી ને ગ્રામ પંચાયત કચેરી ઉપર જવા માટે સૂચના આપવામાં આવશે હાલ તલાટી ની ગંભીર બેદરકારી ની રજુઆત ગ્રામજનો એ કરી છે
વર્ઝન ; ભરતભાઈ ભીલ , ગ્રામજન ; અમારી ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા તલાટી નક્કી કરેલા વાર મુજબ ફરજ ઉપર આવતા નથી અને તલાટી ને રજુઆત કરીએ ત્યારે નસવાડી ખાતે બોલાવવામાં આવે છે જેનાથી અમારે નાણાં નો ખર્ચ કરીને કામ માટે નસવાડી ખાતે તલાટી ના ઘરે જવું પડે છે સરકાર ના નિયમ અનુસાર ગ્રામ પંચાયત માં તલાટી ને ફરજીયાત આવવાનું હોય છે તલાટી નિયમિત નહિ આવે તો આગામી દિવસો માં આંદોલન કરીશું
ફોટોલાઇન ; નસવાડી તાલુકાના કેવડી અને ધારસિમેલ આ બંનેવ ગ્રામ પંચાયત ના ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ઉપર આવી તલાટી વિરુદ્ધ સુત્રોચાર કરી અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું તેની તસ્વીર