Dahod

ધાનપુર તાલુકાના પાવ ગામેથી એક યુવક ૧૫ વર્ષિય સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો

દાહોદ:

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામેથી એક યુવકે એક ૧૫ વર્ષિય સગીરાને લગ્નની લાલચે જબરજસ્તી અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ધાનપુરના રાછવા ગામે રહેતો નરેન્દ્રભાઈ ઉર્ફે મેદાભાઈ ચૌહાણે ગત તા.૦૪ જાન્યુઆરીના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષિય સગીરાને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ જબરજસ્તીથી સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. આ સંબંધે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————

Most Popular

To Top