દાહોદ તા.૦૧ વિનોદ પંચાલ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે છોકરી ભગાડી જવાની અદાવત રાખી યુવક પક્ષના ચાર ઈસમોએ યુવતી પક્ષ સાથે ઝઘડો તકરાર કરી તીર મારો કરતાં એકને પગના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતા પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ધાનપુરના ઉંડાર ગામે ભાભોર ફળિયામાં રહેતાં શંકરભાઈ પાંગળાભાઈ ભાભોરનો છોકરો પોતાના ગામમાં રહેતી એક યુવતીને એકાદ વર્ષ પહેલા ભગાડીને લઈ ગયો હતો. ત્યારે જેતે સમયે યુવક-યુવતીને શોધી કાઢી યુવતીને પરત તેના પરિવારજનોને શોપી દેવામાં આવી હતી ત્યારે આ મામલે ગત તા.૩૦મી એપ્રિલના રોજ શંકરભાઈ ભાભોરે યુવતીના કાકા વિરસીંગભાઈને ફોન કરી બેફામ ગાળો બોલી બેફામ ગાળો બોલી હતી અને ત્યાર બાદ આ મામલે ભેગા થતાં તે સમયે શંકરભાઈ ભાભોર, મનુભાઈ કાળીયાભાઈ ભાભોર, કૈલેશભાઈ સબુરભાઈ ભાભોર અને અંશુભાઈ પાંગળાભાઈ ભાભોરનાઓએ યુવતીના પરિવારજનો સાથે છોકરી ભગાડી જવાના મામલે ઝઘડો તકરાર કરી છોકરીના પરિવારજનોને કહેવા લાગેલ કે, તમારી છોકરીને અમારે રાખવાની છે, તમારાથી થાય તે કરી લેજાે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તીર મારો કરતાં જેમાં ધોળાભાઈ રામસીંગભાઈ બારીઆને પગના ભાગે તીર વાગી જતાં લોહીલુહાણ થઈ ગયાં હતાં.
આ સંબંધે કલ્પેશભાઈ ધોળાભાઈ બારીઆએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————————