Dahod

ધાનપુર તાલુકાના આંબાકાચ ગામેથી ગેરકાયદે દેશી હાથ બનાવટના તમંચા સાથે યુવક ઝડપાયો


દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે એક યુવકની અંગઝડતીમાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.૩ હજારની કિંમતનો ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.

ગત તા.૨૨મી માર્ચના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ધાનપુરના આંબાકાચ ગામે મકડવા ફળિયા તરફ જતાં પર વોચ ગોઠવી હતી ત્યારે બાતમીમાં દર્શાવેલ રાકેશભાઈ ભારીયાભાઈ મહુણિયા (રહે. આંબાકાચ, મકડવા ફળિયું, તા.ધાનપુર,જિ.દાહોદ) ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઉભો રાખ્યો હતો અને તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેની અંગઝડતી કરતાં તેની અંગ ઝડતીમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે વગર પરમીટે બિન અધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેંચવા અથવા તબદીલ કરવા દેશી હાથ બનાવટો તમંચો કિંમત રૂા.૩ હજાર તેમજ એક મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૮ હજારનો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એસ.ઓ.જી. પોલીસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————–

Most Popular

To Top