વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના વડા ધર્મેશ રાણાની છત્ર છાયા નીચે ડોર ટુ ડોર કલેક્શનના કોન્ટ્રાકટર અને કર્મચારીઓ ફાટીને ધુમાડે ગયા છે. આજે ફરી એક વાર વોર્ડ 3માં એક મહિલા સાથે ડોર ટુ ડોરના કર્મચારીએ માથાકૂટ કરી હતી.
વડોદરા સંસ્કારી નગરીમાં સાફ-સફાઈ ખૂબ જરૂરી હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે ડોર ટુ ડોર ગાડી અને કચરો ઉઠાવવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ ડોર ટુ ડોર ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોર ટુ ડોર ગાડીના જે ડ્રાઇવર છે તે લોકો સાથે કેટલું અભદ્ર વર્તન કરે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કર્મચારી દાદાગીરી કરે છે છે અને લેડીઝની સામે પણ એલ ફેલ વાતો કરે છે. સ્થાનિકોનું કહેવું છે કે જગ્યા પર એ ઊભા નથી રહેતા. મન ફાવે ત્યારે આવે છે અને અમે જ્યારે એમને એવું કહીએ કે ઉભા રહો, તે છતાં ઉભા નથી રહેતા.
એક મહિલાએ ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીના ડ્રાઇવરને કહ્યું હતું કે ઊભા રહો હું ઉપરથી નીચે કચરો લઈને આવું છું ત્યારે તેણે ગાડી આગળ જવા દીધી હતી. જેના કારણે એક મહિલા સાથે થોડી ચકમક કરી હતી .તેમાં ડ્રાઇવરે એક મહિલા સાથે તું તડાક કરી હતી..