મહિલા કરગરતી રહી તેમ છતાં રાજેશ ગોહિલ માન્યો નહી, મકાનના ફોટા લેવાના બહાને ઘરમાં આવ્યા બાદ કૃત્યુ આચર્યું, આ વાતની જાણ કોઇને કરશો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ
(પ્રતિનિધિ) વડોદરા તા.12
વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહં વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજેશ મહિલાના ઘરે તેમના મકાનના ફોટા લેવા જવાના બહાને ગયો હતો. ત્યારબાદ મહિલા કરગતરતી રહી કે સાહેબ આવુ ના કરો તેમ છતા રાજેશે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. દીકરી જમાઇ આવી જતા તમારાથી થાય તે કરી લેજો અને કોઇને જાણ કરી છે તો તમને લોકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
વડોદરા શહેરના રણોલી વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2020માં પતિ સાથે છુટાછેડા લઇ લીધા બાદ હોટલ ચલાવી ગુજરાન ચલાવતી હતી. પોતાની દીકરી સાથે એકલી રહેતી હતી. બેન્ક ઓફ બરોડામાંથી 15 લાખની લોન લઇને મકાન ખરીદ કર્યું હતું. પરંતુ વર્ષ 2023માં ટિંબીની બીમારી થતા હોટલ બંધ કરવી પડી હતી. જેથી મકાનના ત્રણ હપ્તા ચડી ગયા હતા. જેથી બેન્ક તરફથી 36 દિવસમાં હપ્તા ભરવા માટે નોટિસ પાઠી હતી અને નહી ભરોતો મકાનને તાળુ મારવામાં આવશે. જેથી હુ મારા પિતાના મિત્રને મળતા તેમણે મને સલાહ આપી કે બાપુને વાત કરો, જો તેઓ બેન્કમાં વાત કરશે તો બેન્કવાળા માની જશે. જેથી હુ મારી દીકરી સાથે બાપુની નિઝામપુરા ખાતેની ઓફિસ પર ગઈ.હતી. ત્યારે બાપુ મળ્યા ન હતા, પરંતુ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો તે સમયનો પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો. તેણે બેન્કના કર્મચારીઓ સાથે વાત કરવાનું કહ્યું હતું. થોડા દિવસો પછી ફોન કરી કહ્યું હતું હવે કોઇ બેન્કવાળા તમારા ઘરે આવશે નહી. બાદમાં મે તેમને મકાન 22 લાખમાં વેચવાની વાત કરી હતી ત્યારે તેણે મકાનના ફોટા મંગાવ્યા હતા. જેથી મે તેને ફોટા મારા મોબાઇલ પરથી મોકલ્યા હતા. રાજેશ ગોહિલે જણાવ્યું હતું કે ફોટા બરાબર નથી, હુ તમારા ઘરે આવી મકાન જોઇ જઇશ. ત્યારબાદ ગત 4 2024ના મેના રોજ સવારે રાજેશ ગોહિલે મને ફોન કરી જણાવ્યું હતું કે મારા મોબાઇલ ફોનમાંથી તમારા ફોટા નીકળી ગયા છે. હુ તમારા ઘર બાજુ છું તમે ઘરે હાજર રહેજો. ત્યારબાદ સાંજના 6થી સાત વાગ્યાના અરસામાં તે મારા ઘરે આવ્યો હતો અને તેમના માટે પાણી લેવા ગઇ હતી ત્યારે દરવાજો બંધ કર્યો હતો ત્યારે મે તેમને આ શુ કરો છો તેવું કહેતા રાજેશો ગોહિલે બળજબરીપૂર્વક મારા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. હું કરગરતી રહી હતી કે સાહેબ આવું ના કરશો. તેમ છતાં બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન મારા દીકરી જમાઇ આવી જતા ભાગી ગયા હતા. જતા જતા રાજેશો ગોહિલે તમારાથી થાય તે કરી લેજો. જે થયુ તેની કોઇને જાણ કરી છે તો તેમને લોકોને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. તેમણે તમારા થઈ કાઇ થવાનું નથી તેમ કહી ભાગી ગયો હતો. જવાહનરગ પોલીસ મહિલાના ફરિયાદના આધારે ગુનો નોંધી રાજેશ ગોહિલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
– રાજેશ ગોહિલને જમાઇએ લાફો મારતા ટુવાલ ભેર ભાગ્યો
મહિલાની દીકરી અને જમાઇ દર્શન કરવા માટે ગયા હતા ત્યારે રાજેશ ગોહિલ તેમના ઘરે આવી જબરદસ્તી શરીર સંબંધ બાંધતો હતો. તે દરમિયાન મહિલાના દીકરી અને જમાઇએ આવી દરવાજો ખખડાવ્યો હતો. જેથી મહિલા દરવાજો ખોલ્યો હતો ત્યારે રાજશે ગોહિલ કઢંગી હાલમાં હતો. ત્યારે જમાઇ આ બધુ શુ છે તેમ કહી રાજેશ ગોહિલ લાફા મારી દીધા હતા. ત્યારબાદ તે કપડા પહેર્યા વિના માત્ર ટુવાલ પર મકાનના પાછળના ભાગે ભાગી ગયો હતો.
–રાજેશ ગોહિલને ચાર મહિના પહેલો છુટો કર્યો છે : ધર્મેન્દ્રસિંહ વાઘેલા
રાજેશે ગોહિલે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવા બાબતે વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાજેશ ગોહિલને છેલ્લા ચાર મહિનાથી મે કાઢી મુક્યો છે. હાલમાં અમારે કોઇ લેવા નથી. લોકોને વ્યવસ્થિત જવાબ આપતો ન હોવા સહિતના અનેક ફરિયાદો મળતા તેને કાઢી મુક્યો છે. મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવા બાબતે મને કોઇ માહિતી નથી.
છુટો કર્યો તો પછી ચૂંટણીમાં લોકો સાથે રાજેશ ગોહિલે સંકલન કેમ કર્યું ?
વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે રાજેશ ગોહિલને ચાર મહિનાથી છુટો કર્યો છે. ભલે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કહેતા હોય પરંતુ તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં પણ રાજેશ ગોહિલે મીડિયા સહિતના લોકો સાથે સંકલન કરતો જોવા મળ્યો હતો. અને કેટલાક વોટ્સએપ ગ્રૂપોમાં મેસેજ સેન્ડ કર્યા હતા.