*મુખ્યમંત્રીને રજૂઆત માટે પહોચેલી હરણીબોટ કાંડની પિડિત મહિલાઓ સાથે પોલીસની કાર્યવાહી ના વિરોધમાં કોંગ્રેસે સત્યાગ્રહ કરતાં પોલીસે ધરપકડ કરી*
*વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશીના અધ્યક્ષતામાં વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ સત્યાગ્રહ પર બેઠા હતા*
(પ્રતિનિધિ ) વડોદરા તા. 05
શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી વડોદરા શહેરના આજવારોડ ખાતે આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે આવ્યા હતા તે દરમિયાન હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારની બે મહિલાઓ દ્વારા મુખ્યમંત્રી ને ન્યાય માટે અને પોતાને મુખ્યમંત્રી ને મળવા દેવાતાં નથી ની રજૂઆત કરતા બંને મહિલાઓને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે લઈ જઇ ક્રાઇમબ્રાન્ચની ઓફિસ પર ત્રણ કલાક પૂછપરછ કરી જે રીતે વર્તન કર્યું હતું તેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ નો શાંતિપૂર્ણ કાર્યક્રમ થકી સરકારની નીતિ અને પોલીસની મહિલાઓ સાથેની કાર્યવાહી નો વિરોધ કરતાં પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી હતી.

ગત શુક્રવારે શહેરના આજવારોડ ખાતે આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રૂ.1156 કરરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા જ્યાં હોલમાં મુખ્યમંત્રી ના ભાષણ દરમિયાન હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારની બે મહિલાઓ સંધ્યા નિઝામા અને સરલા શિંદે નામની મહિલાઓએ ઉભા થઇ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય માટે તથા પોતાને મુખ્યમંત્રી ને મળવા દેવામાં નથી આવતા તેની રજૂઆત કરી હતી જેના જવાબમાં મુખ્યમંત્રી એ મહિલાઓને કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા હોવાનું જણાવી એમની વાતો પર ધ્યાન ન આપવાનું જણાવ્યું હતું ત્યારબાદ આ બંને મહિલાઓને પોલીસ દ્વારા ક્રાઇમબ્રાન્ચની કચેરી ખાતે લઇ જવામાં આવી હતી અને આશરે ત્રણ કલાક પૂછપરછ કરાઇ હતી.

જે અંગે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ત્રૃત્વિજ જોશીના નેતૃત્વમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ આંદોલન ધરણાં પર બેસી ગયા હતા અને સરકાર મહિલા સશક્તિકરણ ની વાતો કરે છે, પરંતુ ભાજપના રાજમાં મહિલાઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી મુખ્યમંત્રી પણ મહિલાઓને મળવાને સાંભળવાને બદલે તેઓને સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા હોવાનું જણાવે સાથે જ પોલીસ મહિલાઓને જાણે રીઢા ગુનેગાર હોય તે રીતે વર્તન કરતી હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસે કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.