Vadodara

દેશની આઝાદીની લડાઇમાં પોતાના પ્રાણોની આહૂતિ આપનાર બે શહિદોને પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરાઈ…

આપણા દેશની આઝાદીની ચળવળ દરમિયાન 1942માં અગસ્તક્રાંતિની ચળવળ ચાલી હતી જેમાં વડોદરા પણ જોડાયું હતું. અગસ્તક્રાંતિની ચળવળમાં વડોદરા પણ તે સમયે રંગાયુ હતું અને તે સમયે અમદાવાદી પોળ નજીકના કોઠીપોળ ના પાંચ પોળ સહિત જનમેદની આઝાદીની લડતના સંઘર્ષમાં સર્ઘસ સ્વરૂપે નિકળ્યું હતું તે દરમિયાન 18ઓગસ્ટ 1942ના રોજ તે સમયની પોલીસ દ્વારા ટોળાં ઉપર લાઠીચાર્જ ગોળીબાર કરવામાં આવ્યો હતો તે દરમિયાન કોઠીપોળના બે લોકો જેમાં સોમાભાઈ પંચાલ અને ભગવાનભાઇ રાણા શહિદ થયા હતા તેઓનું કોઠીપોળ ખાતે શહિદ સ્મારક બનાવવામાં આવ્યું હતું

જ્યાં દરવર્ષની માફક આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીની અધ્યક્ષતામાં બંને શહિદોને પુષ્પાંજલિ અર્પિત કરી તેઓના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની, મ્યુનિ. કાઉન્સિલરો,કોંગ્રેસના નેતા અમીબેન રાવત તથા શહિદોના પરિજનો સાથે જ પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે અમીબેન રાવતે શહિદોના પરિવારના સભ્યોને પાલિકા દ્વારા નોકરી આપવાની પણ માંગ કરાઇ હતી.

Most Popular

To Top