વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના ટેક્સ મૂક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબતે આમ આદમી પાર્ટી દ્ધારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરાઇ
વિદેશથી આવતા કપાસ પર આયાત ટેક્સ બમણો કરવામાં આવે જેથી દેશના ખેડૂતોને કપાસની ઉપજની યોગ્ય કિંમત મળે તેવી માંગણી કરાઇ


(પ્રતિનિધિ) વડોદરા તા.25
વિદેશ થી આયાત થનાર કપાસના તમામ પ્રકારના ટેક્સને મૂક્ત કરવાના સરકારના નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી ખાતે આરએસસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું કે,કપાસની મુક્ત આયાતને છુટ આપી છે, ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વઘારે થાય છે ખેડૂતો મહેનત કરી કપાસની ઉપજ પેદા કરે છે લગભગ 25% જેટલું વધારે જ ઉત્પાદન થાય છે પરંતુ ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળતા નથી બીજી તરફ સરકારે વિદેશથી આવતા કપાસ પરની ટેક્સ ડ્યૂટી બંધ કરતાં લોકોનું ધ્યાન બહારના કપાસ પર જશે અને નાની મોટી કંપનીઓ પણ બહારથી આવતા કપાસને ખરીદવા તરફ પ્રેરાશે જેના કારણે વિદેશોને ફાયદો થશે પરંતુ બીજી તરફ દેશના ખેડૂતોઓ પેદા કરેલ કપાસનો માલ પડી રહેશે જેના કારણે મફતના એટલે કે પાણીના ભાવે કપાસનો માલ ખેડૂતોને વેચવા મજબૂર થવું પડશે એક તરફ ભારત ખેતીપ્રધાન દેશ હોય ખેડૂતોનું જીવનનિર્વાહ, તમામ પ્રકારના સામાજિક અને અન્ય પ્રસંગો,બાળકોના અભ્યાસ, બિમારીના ખર્ચ વિગેરે માટે ખેડૂતોને પોતાની ખેત પેદાશોના વેચાણ પર નિર્ભર રહેવું પડતું હોય છે ઘણી વાર ખેડૂતોને કુદરતી માર વેઠવાનો વારો આવતા તેઓ દેવાનાં બોજ તળે દબાતા હોય છે અને ઘણીવાર ખોટું પગલું ભરવા મજબુર બની જાય છે.એક તરફ સરકાર કૃષિક્ષેત્રની ક્રાંતિ માટે,ખેડૂતોના ઉત્થાન માટે, આત્મનિર્ભર ભારત તથા મિલેટ્સ અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે પરંતુ બીજી તરફ વિદેશોને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે ત્યારે
હવે ભારતના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી આશંકા છે. ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચવવા માટે આવવાની શરૂઆત થઇ જશે જેથી
આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોકભાઇ ઓઝાની આગેવાનીમાં સરકાર કપાસની આયાત ટેક્સ બમણી કરવા અને દેશના ખેડૂતોને કપાસના પાકની યોગ્ય કિંમત મળે તેવી નીતિ અપનાવવા બાબતે વડોદરા કલેકટર કચેરી ખાતે આર એસ સી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.