Vadodara

દેવું વધી જતા 48 વર્ષીય પુરુષનો ગળે ફાંસો ખાઈ આપઘાત

છાણી વિસ્તારમાં રહેતા 48 વર્ષીય પુરુષે અનેક લોકો પાસેથી લોન તેમજ વ્યાજથી નાણા લીધા હતા. જે સમયસર ચૂકવી ન શકતા આખરે કંટાળી જઈને તેઓએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જોકે બનાવ અંગે છાણી પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

અલકાપુરી ફળિયું પદમલા ગામ ખાતે રહેતા 48 વર્ષીય પ્રકાશભાઈ પરમાર મજુરીકામ કરીને  પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા. તેઓએ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓએ અનેક લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતા. સાથે જ લોન પણ કરાવી હતી. પરંતુ આર્થિક ભીસ વધતી જતા આખરે તેઓએ કંટાળી જઈને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે આ બનાવ અંગે છાણી પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પીટલમાં મોકલ્યો હતો. અને  વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top