લીમખેડા: દેવીપૂજક સમાજની ઐતિહાસિક પગપાળા યાત્રા લીમખેડાથી કોઠા સુધી 10 દિવસની ભક્તિમય સફર કરશે. 29 એપ્રિલે હડકમઈ માતાજીના મંદિરે પહોંચશે, ધજા ચઢાવી માનતા પુરી કરશે.
“લીમખેડા દેવી પૂજક સમાજે પ્રથમ વખત એક ઐતિહાસિક પગપાળા યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા લીમખેડાથી મહેસાણા જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ સ્થિત હડકમઈ માતાજીના મંદિર સુધી જશે.”

“યાત્રાની શરૂઆત લીમખેડામાં ભવ્ય શોભાયાત્રા સાથે થઈ. ડીજેના તાલે અને માતાજીના ભક્તિમય સંગીતે સમાજના લોકોને ઝૂમતા કર્યા. યાત્રા સંઘ લીમખેડાથી સંતરોડ થઈ ગોધરા જશે. ગોધરામાં બીજી શોભાયાત્રા યોજાશે. ત્યારબાદ સેવાલિયા અને અમદાવાદ થઈને કોઠા ગામે પહોંચશે.”
“10 દિવસની આ યાત્રા 29 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થશે. ભક્તો માતાજીના મંદિરના શિખર ઉપર ધજા ચઢાવશે. આગામી પાંચ વર્ષ સુધી લીમખેડાનો દેવી પૂજક સમાજ આ પગપાળા સંઘ સાથે માતાજીના દર્શને જશે.”
“માર્ગ પરના ગામોમાંથી નવા ભક્તો સંઘમાં જોડાતા જશે. હડકમઈ માતાજીનું મંદિર કોઠા ગામમાં સ્થિત છે. માતાજી રોગચાળા, ખાસ કરીને હડકવાથી રક્ષણ આપનારી ગ્રામદેવી તરીકે પૂજાય છે.”
હડકમઈ માતાજીની ઉત્પત્તિ રાજકોટ જિલ્લાના સરધાર અને હડમતીયા ગોલીડા ગામ વચ્ચે થઈ હતી. તેઓ મઘરવાડાના વેડવા વાઘરીની મેલડી તરીકે પ્રગટ થયા હતા. તેમણે હડકાયેલી કૂતરીથી કરડાયેલા બાળકોને બચાવ્યા હતા. ત્યારથી તેઓ હડકમઈ માતા તરીકે પૂજાય છે.
“આ પગપાળા યાત્રા દેવી પૂજક સમાજની શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે. ભક્તો માતાજીના મંદિરે પહોંચી પૂજા-અર્ચના કરશે. તેઓ રોગમુક્તિ અને સુખ-શાંતિની પ્રાર્થના કરશે.
દિનેશભાઈ શાહ લીમખેડા