દાહોદ: દેવગઢ બારીયાના ઘાટી કંપા વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે એક યુવાન અને એક મહિલા ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દીધા હતા. તાત્કાલિક બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારીયાના ઘાટી કંપા વિસ્તારના રેમપુરા ગામના મકેશભાઈ બારીયા ભાઈક લઈને જતા હતા તે દરમિયાન દેવગઢ દૂંગરથી આવી અચાનક દીપડાએ હુમલો કરી હાથ ગંભીર ઇજા કરી હતી. આ દરમિયાન યુવાન ભૂમરાવું કરતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. બીજી ઘટનામાં પીળીયા ફળીયા વિસ્તારમાં મહિલા પોતાના ખેતરમાં કામ કરતા અચાનક દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી હતી.
ચોમાસાની સિઝન દરમિયાન સરકારી હોસ્પિટલમાં દીપડાના હુમલાના ભોગ બનેલા લોકોના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા ૩ દિવસમાં દેવગઢ બારીયામાં દીપડાએ હુમલો કરી ચાર લોકો ને ઇજાગ્રસ્ત કર્યા છે. દીપડાના પગેરું પુરાણા મકાનમાં મળી આવતા દીન દહાડે આ હુમલાની ઘટના બની હતી.