દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં ગંજી પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા ૪ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૧૫,૭૦૦ તેમજ બે મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૨૫,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
ગત તા.૨૧મી માર્ચના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે દેવગઢ બારીઆના કાપડી મંછી ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતાં. પોલીસે જુગાર રમી રહેલા સત્તારભાઈ ઉર્ફે બોખો અબ્દુલ્લા શુક્લા, સુલતાન ઉર્ફે નાના શબ્બીર રસીદવાળા, શબ્બીરભાઈ યુસુભાઈ ભીખા અને તૈયબભાઈ મજીદભાઈ શેખનાઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૧૫,૭૦૦ તેમજ બે મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૨૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————————-
