દાહોદ :
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામેથી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવક પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દેવગઢ બારીઆના પીપલોદ ગામે વાઢી ફળિયામાં રહેતો મનીષભાઈ નરેશભાઈ પટેલે ગત તા.૩૧મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————