Dahod

દેવગઢ બારિયા: યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીજા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરાયુ


દાહોદ ,તા.૦૫

દેવગઢ બારીયા નગરમાં યુનિટી ચેરીટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ બીજો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં કુલ ૧૬ યુગલોએ ઈજતેમાઈ રીતે નિકાહ કરીને લગ્નજીવનની નવી શરૂઆત કરી હતી. નવપરિણીત યુગલોને ઘરવખરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સાગટાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ ડી.એસ લાડ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ, દાહોદ કોંગ્રેસ શહેર પ્રમુખ આશિફઅલી સૈયદ, દીપકભાઈ ગોસ્વામી, વ્રજેશ બાલવાણી તથા વસીમખાન પઠાણ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી, નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.

આજે મંદી અને મોંઘવારીના સમયમાં આવા સમૂહ લગ્ન ગરીબ તથા મધ્યમ વર્ગના ૫રિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ પ્રકારના કાર્યક્રમો દહેજપ્રથા અને અન્ય અયોગ્ય સામાજિક પ્રથાઓ સામે સશક્ત સંદેશ પાઠવે છે.

યુનિટી ચેરીટેબલના પ્રમુખ ઇમરાન મકરાણીએ જણાવ્યું હતું કે, “આ સમૂહ લગ્ન સમાજમાં ભાઈચારા, એકતા અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવે છે.” સાથે જ તેમણે તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

Most Popular

To Top