દાહોદ:
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે ઓચિંતી તપાસ હાથ ધરતાં રહેણાંક મકાનમાંથી પોલીસે ગૌમાંસનો જથ્થો કિંમત રૂા.૨૦૦૦નો કબજે કર્યાનું જ્યારે પોલીસને જાેઈ બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
ગત તા.૧૪મી નવેમ્બરના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆ નગરમાં કાપડી પટેલ ફળિયામાં રહેતો તૈયબભાઈ ઐયુબભાઈ પટેલના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં તેના રહેણાંક મકાનમાંથી પોલીસે ગૌવંશની ક્રુરતાપુર્વક કતલ કરીને તેનું માંસ પ્લાસ્ટીકની થેલીઓમાં તથા ટોપલીમાં કુલ જથ્થો ૧૦ કિલોગ્રામ કિંમત રૂા.૨૦૦૦નો ગૌવંશના માંસનો જથ્થો કબજે કરી તૈયબની સાથે સાથે આદમભાઈ મજીતભાઈ જેથરા ઉર્ફે આદમ લવારીયાવાળો (રહે. લવારીયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ)એ એકબીજાની મદદગારીમાં ગૌવંશનું કલત કરી તેના માંસનું વેચાણ કરતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-
દેવગઢ બારિયાના રહેણાંક મકાનમાંથી ગૌમાંસ ઝડપાયું
By
Posted on