દાહોદ:
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભુત પગલા ગામના એક પરિવારને ગંભીર અકસ્માત નડયો છે. ગામમાં જ ઘાસ લેવા દેવગઢ બારીઆ તાલુકાના ભૂત પગલા ગામે પટેલ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ કલાભાઈ બારીયા નો પરિવાર ગામના સીમાડે આવેલા ખેતરમાં પોતાના પરિવારની એક પીકઅપ બોલેરો ગાડી લઈ અન્ય પરિવારજનો સાથે ઘાસ લેવા માટે ગયા હતા. સીમાડાના ખેતરમાંથી ઘાસ ભરી પરત આવતા હતા ત્યારે ગાડીમાં જશીબેન સંજયભાઈ, કાંતિભાઈ ભલાભાઈ બારીયા, કાંતાબેન વેલજીભાઈ બારીયા, પારૂલ સંજયભાઈ બારીયા, ચંદ્રિકાબેન ભલાભાઇ બારીયા, સુમિત્રાબેન જીગ્નેશભાઈ બારીયા, સમરતબેન ઈશ્વરભાઈ બારીયા (તમામ રહે ભુત પગલા) રાધાબેન લાલાભાઇ રાઠવા, ગજેન્દ્રકુમાર લાલાભાઈ રાઠવા (રહે ગોદલી તાલુકો ઘોઘંબા) તેમજ ચાલક પોતાની ગાડી લઈને આવતા અજીત ગોવિંદભાઈ બારીયાએ કેળકુવા રોડ સ્ટિરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ગાડી બાજુમાં પાણી ભરેલા ખાડામાં પલ્ટી ગઈ હતી. તમામ લોકો પાણી ભરેલા ખાડામાં પીકઅપ નીચે દબાઈ ગયા હતા.

તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવેલા અને ગાડી ઉંચી કરી તમામ લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં સારવાર દરમિયાન બાળક અને ત્રણ મહિલા સહિત ચારનાં મોત થયા છે. અન્ય ૭ જેટલા પરિજનોને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ છે.

આ અકસ્માતમાં મા દીકરાનું મોત નિપજ્યું હતું. ઈશ્વરભાઈ બારીયાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
તસવીર: વિનોદ પંચાલ, દાહોદ