Vadodara

દેણા બ્રિજ પાસે નેશનલ હાઈવે પર ફરી ગંભીર ટ્રાફિક પરિસ્થિતિ સર્જાઈ

વડોદરાના દેણા બ્રિજ પર ખાડા અને નાના અને સાંકડા બ્રિજની હાલત પર ઉઠ્યા સવાલ

વડોદરા નેશનલ હાઈવે પર દેણા બ્રિજ પાસે ફરી ઘરેથી કામ પર નીકળેલાં હજારો વાહનો ગંભીર ટ્રાફિક જામમાં ફસાયા. હાલત એટલી ગંભીર હતી કે વાહનો ચોક્કસ કલાકો સુધી ચાલ્યા વગર અટવાઈ ગયા.
દેણા બ્રિજ બહુ સાંકડો,નાનો અને જર્જરિત સાથે ખાડાઓની પરિસ્થિતિ, જેના કારણે ભારદારી વાહનો ધીમી ગતિએ આ બ્રિજ પરથી પસાર થતા રહે છે.
દેણા બ્રિજ વડોદરાના મુખ્ય પ્રવેશદ્વાર સમાન છે, જ્યાંથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે. જોકે વર્ષોથી આ બ્રિજને મોટો અને પહોળો કરવા માટે સ્થાનિક લોકો માંગ કરતા રહે છે, ઘણીવાર માંગ છતાં કોઈ પ્રભાવી પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી.

સ્થાનિક વાહન ચાલકો અને મુસાફરો આ માહોલથી તંત્ર પર નારાજ છે. તેઓ કહે છે કે આજની સ્થિતિમાં આ સમસ્યા વધારે ગંભીર બની ગઈ છે અને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા વિના પરિસ્થિતિ કાબૂમાં નહી આવી શકે.
ટ્રાફિક જામી જતાં લોકોનો દિવસ બરબાદ થાય છે, રોજિંદા કામકાજની અસર પડે છે અને તાત્કાલિક સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનો પણ મુશ્કેલી વેઠતા હોય છે.
આ જગ્યાએ ખાડા અને બ્રિજની બગડી ગયેલી હાલત તાત્કાલિક મરામત કરવાની ફરજ છે તેમજ લાંબા ગાળા માટે મોટા અને પહોળા બ્રિજનું નિર્માણ કરીને સરળ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ વધી છે.

Most Popular

To Top