Vadodara

દેણાના તળાવથી પૂરની સ્થિતિમાં 250 એમએલડી પાણી વડોદરા શહેરમાં પ્રવેશતું રોકી શકાશે : ડૉ. શીતલ મિસ્ત્રી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સોમવારે દેણા તળાવનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ તળાવને કારણે વડોદરા શહેરને પૂરની સ્થિતિમાં રાહત મળશે એમ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિગનો વ્યાપ તેમજ ક્લાઈમેટ ચેન્જની અસરના કારણે અગાઉ જેટલો વરસાદ આખા અઠવાડિયામાં પડતો હતો તેટલો એક દિવસથી ઓછા સમયગાળામાં પડે છે. જેના લીધે ગત ચોમાસામાં અતિશય ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિથી વડોદરા શહેરને પસાર થવુ પડ્યું હતું. પુરની સ્થિતિનો પુનરાવર્તન ન થાય અને શહેરીજનોને અગવડતાનો સામનો ન કરવો પડે તે ઉદેશ્યથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની આસપાસના વિસ્તારમાં પુર નિવારણ પગલા લેવા માટે ઠરાવ કરી બી. એન. નવલાવાલાજીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. ઉકત સમિતિ દ્વારા વિશ્વામિત્રી નદી પુર નિયંત્રણ તથા નિવારણ રિપોર્ટ તૈયાર કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આજરોજ JCB યંત્રમાન કંપનીના સહિયોગથી દેણા ખાતે ૫ હેક્ટર જગ્યામા ખોદાણ કરી બફર લેક(તળાવ) બનાવવાની કામગીરીનું ખાતમુહુર્ત કરવામા આવ્યુ હતું.
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રી વધુમાં જણાવે છે કે, અહીં ૫ થી ૭ મીટર ઉંડાઇમા ખોદાણ કરી તળાવ બનાવવામા આવશે. જેમા ૨૫ કરોડ લિટર જેટલી સંગ્રહ શક્તિ રહશે. જેથી વરસાદની સીઝનમાં આજવાથી સીધું શહેરમા પ્રવેશતા પાણીને રોકી શકાશે. સાથે વડોદરા શહેરની પાણીની જરૂરીયાતને પહોચી વળવા માટે એક નવિન પાણીના સ્ત્રોત તરીકે પણ ઉપયોગમા લઇ શકાશે. આ તળાવ બનાવવાથી ૨૫૦ MLD પાણીને શહેરમા પ્રવેશતા રોકી શકાશે સાથે આગામી ભવિષ્યમા અહીં ઇંટેક્વેલ તથા WTP બનાવી આજ પાણી શહેરની પાણીની જરૂરીયાત પુરી પાડવામા પણ મદદરૂપ બની રહેશે.
વધુમા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઈ મિસ્ત્રી જણાવ્યુ હતુ કે, વડોદરા મહાનગરપાલિકા અને JCB યંત્રમાન કંપનીના સહિયોગથી બનાવવામા આવનર તળાવ માટે અંદાજીત ૨ થી ૩ મહિનાના સમયમા ૨.૫ લાખ ઘનમીટર માટી કાઢવામા આવશે જે માટે મહાનગરપાલિકા દ્વારા અંદાજીત ૧૫ થી ૧૬ લાખ રૂપિયાનો ડિઝલનો ખર્ચ કરવામા આવશે અને માટીની માલિકા વડોદરા મહાનગરપાલિકાની રહશે. આ કામગીરી CSR હેઠળ કરી મહાનગરપાલિકાના અંદાજીત ૭ થી ૮ કરોડ રૂપિયાની બચત કરી છે.

Most Popular

To Top