રાજકારણ કરવાનો નહીં આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે: શક્તિસિંહ ગોહિલ
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ SSG હોસ્પિટલમાં દાખલ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની મુલાકાત લીધી. ત્યાર બાદ તેઓ એ જણાવેલું કે આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે રાજકારણ કરવાનો નહીં.
વધુમાં જણાવતા કહ્યું હતું કે બાળકીના પરિવારને હું મળ્યો, બાળકી હાલ વેન્ટિલેટર પર છે. ડોક્ટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે. સરકાર સામે આકરા શબ્દોના પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના કોઈપણ મંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી.
આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે રાજકારણ કરવાનો નહીં. એક વર્ષમાં 169 બાળકો પર આપણા ગુજરાતમાં આવી ઘટના બની છે. કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં આવતા ન હતાં. ભાજપ આવા ગુનેગારોને સાથે લઈ ચાલવાના લીધે કાયદા વ્યવસ્થા બગડી રહી છે. હાલ સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.