Vadodara

દુષ્કર્મની ઘટના પછી ગેરકાયદે મકાનોને પાલિકાની નોટિસના પગલે કાળીતલાવડીના રહિશોમા ફફડાટ

*તાંદજા કાળીતલાવડીના રહિશો પાલિકાની નોટિસ બાદ પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા*

*

*સ્થાનિકોએ પોતાના આવાસો તોડવામાં ન આવે તે માટે પાલિકા કચેરી ખાતે કરી રજૂઆત*


(પ્રતિનિધિ) વડોદરા તા. 09

ભાયલી વિસ્તારમાં બીજા નોરતે સોળ વર્ષીય સગીરા પર સામુહિક દૂષ્કર્મ કરવાના બનાવમાં પકડાયેલા પરપ્રાંતીય વિધર્મીઓ તાંદલજામા એકતાનગર કાળી તલાવડી વિસ્તારમાં રહેતા હોવાનું બહાર આવ્યા બાદ સૌ પ્રથમ મિડિયા ત્યારબાદ શહેરના સાંસદ, ધારાસભ્યો, મ્યુનિ. કાઉન્સિલરો તથા લોકોએ શહેરમાં પરપ્રાંતીયો દ્વારા ગેરકાયદેસર બાંધકામ, દબાણો કરી વસવાટ કરી રહ્યાં હોય તે તાત્કાલિક સર્વે કરી દૂર કરવાની માગણી /રજૂઆત કરી હતી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કાળી તલાવડી વિસ્તારમાં ભાયલી ગેંગરેપના આરોપીઓના મકાન પર નોટિસ લગાવતાં આજે ત્યાં રહેતા અન્ય લોકો પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને તપાસ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે આ મકાન ખાલી કરવાની નોટિસ ફક્ત દુષ્કર્મ કેસના આરોપીઓના મકાનો પૂરતી નથી પરંતુ અહીં ગેરકાયદેસર મકાનોના તમામ દબાણકર્તાઓ માટે છે જેથી સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે, પરપ્રાંતીયો દ્વારા કરાયેલ જધન્ય કૃત્ય માટે અમને સજા શા માટે? અમે મજૂરી તથા અમારા ઘરના મહિલાઓ લોકોના ઘરોમાં કચરા પોતું વાસણ કરી છૂટક મજૂરી કરીને રહીએ છીએ. દુષ્કર્મ કરનારા પરપ્રાંતીયો અહીં ભાડે રહે છે અને કેટલાક મકાનોમા છે તો એ લોકોને સજા કરો એ લોકોના કારણે અમને સજા કેમ?અમે ક્યાં જઇશુ ? તે સાથે અહીં રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાંદલજાના એકતા નગર કાળીતલાવડી વિસ્તારમાં સર્વે નંબર 256માં ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયા હોવાની વાત સામે આવી છે. હવે જ્યારે પાલિકાએ નોટિસ આપી છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં સ્થાનિકોમા ફફડાટ વ્યાપી ગયો છે.

Most Popular

To Top