રાજ્યમાં ભારતીય ન્યાય દંડ સંહિતાના નવા કાયદાના અમલ બાદ પ્રથમ ચુકાદામાં આજીવન કેદની સજા
સાવલી પોલીસ મથકે 2024 ના ગુનામાં નવા અમલમાં મુકાયેલા કાયદા મુજબ દુષ્કર્મના આરોપીને સાવલી પોકસો કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને સાત લાખનો દંડ ફટકારતા ચકચાર જવા પામી છે. રાજ્યમાં ભારતીય ન્યાય દંડ સંહિતાના નવા કાયદાના અમલ બાદ પ્રથમ ચુકાદામાં આજીવન કેદની સજા સમગ્ર રાજ્યમાં સાવલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે
સાવલી પોલીસ મથકે 2024 ની સાલમાં 15 વર્ષીય સગીરાને પ્રેમ સંબંધ બાંધવાને બહાને બળજબરીથી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાનો બનાવ પામ્યો હતો .જે સંદર્ભે સાવલી પોલીસ મથકે નિલેશ મનુભાઈ પાટણવાડીયા વિરુદ્ધ સાવલી પોલીસ મથકે પોકસો સહિતની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો હતો. જ્યારે ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ નવા કાયદા મુજબ આરોપી સામે ગુનો સાવલી પોલીસ મથકે નોંધાયો હતો અને તે મુજબની હકીકત પ્રમાણે સાવલી પોકસો કોર્ટ માં જજ જે એ ઠક્કરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ સીજી પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને ઠેરવીને નવા કાયદા મુજબ આજીવન કેદની એટલે કે કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી સખત કેદની સજા તથા સાત લાખનો દંડ ફટકાર્યો છે સાથે સાથે અન્ય કલમો મુજબ પણ તકસીરવાર ઠેરવીને દંડ ફટકાર્યો હતો. આમ નવી કલમોના અમલ બાદ સમગ્ર રાજ્યમાં આજીવન કેદની સજા સાવલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા લીગલ ઓથોરિટી ને પીડિતાને વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ સાત લાખ રૂપિયા ની સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવી છે અને આરોપી દંડની જે રકમ ભરે અને કોર્ટમાં જમા કરાવે તે રકમ પણ પીડીતાને ચૂકવવા ઓર્ડર કરવામાં આવ્યો છે