Vadodara

દુમાડ લીંબચ માતાના મંદિરની ફેન્સીંગ-દીવાલ તોડવા મુદ્દે આગેવાનોની મ્યુ.કમિશ્નર સાથે મુલાકાત


વડોદરા શહેર નજીકની દુમાડ ચોકડી પાસે વાળંદ સમાજના કુળદેવી લીંબચ માતાના મંદિરની ફેન્સીંગ પાલિકાએ તોડી પાડવાના મુદ્દે મ્યુ.કમિશનરને રજૂઆત કરાઈ હતી.

વડોદરા શહેરની દુમાડ ચોકડી નજીક વાળંદ સમાજના કુળદેવી લીંબચ માતાના મંદિરની ફેન્સીંગ પાલિકાએ તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ આપ્યો છે. ચૈત્ર નવરાત્રી જેવા પવિત્ર પર્વ દરમિયાન પાલિકાની કામગીરી સામે નારાજગી દર્શાવી સમાજની મહિલાઓ સાથેનું ટોળું ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યું હતું. જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ ગતરોજ તેઓને આજે મળવાનો સમય આપ્યો હતો ત્યારે,વાળંદ સમાજના અગ્રણીઓ વડોદરામાં કમિશનરને મળ્યા અને પોતાની રજૂઆતો કરી તેની સાથે જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાએ તેઓને જણાવ્યું કે તેમની જગ્યા છે તે ડ્રાફ્ટ ટીપી માં આવતી હોવાથી તે કપાતમાં જાય છે ત્યારે મંદિરને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તેની સંપૂર્ણ બાહેધરી તેઓએ આપ તેમણે આપી હતી. અત્યારે ચૈત્ર નવરાત્રી હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ પોતાની તમામ કામગીરી પૂર્ણ કરી શકશે. તેમાં કોઈપણ પ્રકારનો અવરોધ પાલિકા તંત્ર દ્વારા ઊભો કરવામાં આવશે નહીં. જમીન કપાત બાદ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરના આશ્વાસનથી સમાજના લોકોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો, ત્યારે સમાજના અગ્રણી ભાસ્કરભાઈ પારેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે વખત જમીન કપાત કરવામાં આવી છે અને આ ત્રીજી વખત થઈ રહ્યું છે ત્યારે અમોને વધારે પડતાં જગ્યા કપાતમાં ગઈ છે તેનું વળતર મળવું જોઈએ.

Most Popular

To Top