વડોદરા મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ઝુંબેશ, વેપારીઓમાં નારાજગી; ટ્રાફિક સમસ્યામાં ઘટાડો આવવાની આશા
વડોદરા: વડોદરા શહેરની દુમાડ ચોકડી નજીક આવેલા નેશનલ હાઇવે 48 પર સતત વઘતી ટ્રાફિક સમસ્યા અંગે તંત્રે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી અહીં લારી-ગલ્લા, અનધિકૃત બાંધકામો અને દબાણો ટ્રાફિકના પ્રવાહમાં મોટી અડચણ બની રહ્યા હતા, ખાસ કરીને ધંધાકીય સમયમાં અહીં ટ્રાફિક જામ સમસ્યા બની ગઈ હતી.

વિશાળ ઝુંબેશ હેઠળ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંયુક્ત ટીમે દુમાડ ચોકડી ખાતે રાહતના પગલા લીધા અને રસ્તાની આજુબાજુથી અનેક ગેરકાયદેસર લારીઓ તથા અનધિકૃત બાંધકામો દૂર કર્યા હતા. આ કામગીરી દરમિયાન પરાક્રમસિંહ જાડેજા સ્થળ પર હાજર રહયા હતા. પોલીસે સલામતી સહિતની વ્યવસ્થા જાળવી હતી જેથી કોઇ ગઈરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓએ વિઘ્ન ન સર્જે.

આ કાર્યવાહીથી સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો અને વાહનચાલકોને સરળતા મળે તેવી તંત્રની અપેક્ષા કરી છે. કેટલાક વેપારીઓ તથા લારીધારા-સ્થાનિકો પોતાની આજિવિકામાં પડેલા આ અચાનક વિક્ષેપથી નારાજ થયા હતા, પરંતુ તંત્રનું કહેવું છે કે લોકોનો લાભ થાય અને લાંબો ટ્રાફિક જામ દૂર થાય માટે આવી કાર્યવાહી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, દુમાડ ચોકડીના ટ્રાફિક પ્રશ્ને રોજ બરોજ જટિલતા વધી રહી છે, જ્યાં ક્યારેક 5થી 15કિમી જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી જાય છે અને કલાકો સુધી વાહનચાલકો ફસાઈ જાય છે. સુનિશ્ચિત માર્ગવ્યવસ્થાપન, જિલ્લા તંત્રની તકેદારી અને આવા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહીથી આગામી સમયમાં સમસ્યા ઘટશે તેવી શક્યતા છે.

આ ઉપરાંત, દુમાડ ચોકડી નજીક બે નવા ઓવરબ્રિજ બાંધવાની પણ યોજના ચાલે છે, જેથી આગળ ચાલીને ટર્મિનલ પાસે ટ્રાફિકની કોઈ મોટી સમસ્યા ન રહે.