કપડાં, મીઠાઇ, રંગોળી, સાજસજાવટની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ..
મોંઘવારી તથા ગત ઓગસ્ટમાં આવેલ પૂરમાં નુકશાન છતાં લોકોમાં તહેવારોની ઉજવણીનો થનગાટ..
દીવાળીના પર્વને હવે જૂજ દિવસો બાકી રહ્યાં છે આવતીકાલથી દીવાળીના શુભ મુહૂર્તો સાથે શરૂઆત થઇ જશે આવતીકાલે તા. 28મી ઓક્ટોબરે રમા એકાદશી તથા વાક્બારસ થી દીવાળી પર્વ શરૂ થઇ જશે આમ તો આજે સ્પેનના વડાપ્રધાન ફેડ્રો સાંચેજ તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓ વડોદરા શહેરમાં પધારી રહ્યાં છે ત્યારે શહેરમાં રંગોળી, રોશનીથી શહેરને શણગારવામાં આવ્યું છે જેનાથી ખરેખર વડોદરા શહેરમાં દીવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. તા. 29મી ઓક્ટોબરે ધનતેરસ ની ઉજવણી કરવામાં આવશે તથા તા. 30મી ઓક્ટોબરે કાળીચૌદશ, તા.31ઓક્ટોબર તથા 01 નવેમ્બર દિવાળી ની ઉજવણી કરવામાં આવશે જ્યારે તા.02 નવેમ્બરે હિન્દુ નવવર્ષની ઉજવણી કરવામાં આવશે ત્યારે શહેરીજનોમાં દીવાળી તથા હિન્દુ નૂતનવર્ષને ઉજવવાનો થનગાટ જોવા મળી રહ્યો છે. ખાનગી તથા સરકારી, અર્ધસરકારી કંપનીઓમાં બોનસ છૂટું કરાતા કર્મચારીઓ ના પરિવારો તથા અન્ય લોકો દ્વારા શહેરના માંડવી, ન્યાયમંદિર, નવાબજાર, લહેરીપુરા વિસ્તાર, કૃણાલ ચારરસ્તા તથા મુજમહુડા ન્યાયમંદિર ફરતે લોકોની વિવિધ વસ્તુઓ જેવી કે, કપડાં, રંગોળી, માટીના દીવડા, આર્ટિફિશિયલ સજાવટની ચીજવસ્તુઓ, નવા વાસણો, નવા સાધનો, મોબાઇલ ફોન, લેપટોપ ,રેફ્રિજરેટર, ટેલિવિઝન સહિતના વીજ ઉપકરણો વાસણો ની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી મિઠાઇ તથા ફરસાણની દુકાનોમાં લોકો તથા કંપનીઓ દ્વારા મિઠાઇઓના બુકિંગ સહિત ખરીદી કરવામાં આવી રહી છે.દીવાળી પર્વ એટલે પ્રકાશનો પર્વ ને લ ઇને લોકો રંગબેરંગી વિવિધ પ્રકારની ચાઇના તથા ભારતીય બનાવટની લાઇટો, કંદીલ, પાણીવાળા દીવા, વિગેરેની પણ ખરીદી કરી રહ્યાં છે.
વડોદરા શહેરના મધ્યમાં લહેરીપુરા, માંડવી, ન્યાયમંદિર તથા નવાપુરા રાવપુરા જેવા વિસ્તારમાં વડોદરા શહેરના જ નહીં પરંતુ જિલ્લાના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ મોટી સંખ્યામાં દીવાળીની ખરીદી કરવા સવારથી જ ઉમટી રહ્યાં છે.
ગતવર્ષની સરખામણીએ આ વર્ષે મિઠાઇઓના ભાવમાં 15%નો વધારો
આ વર્ષે શહેરીજનોને દીવાળી ની ઉજવણી માટે મિઠાઇ થોડી મોંઘી પડી શકે છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મિઠાઇઓના ભાવમાં 15%નો સરેરાશ વધારો જોવા મળશે તેની પાછળનું કારણ મિઠાઇ માટે વપરાતું રો મટિરિયલ જેમાં માવો, ડ્રાયફ્રૂટ્સ, ખાંડ તથા સુગરફ્રી સાથે સાથે મિઠાઈ ભનાવતા કારીગરો ની મજૂરી પણ વધી છે ત્યારે આ વર્ષે મિઠાઇઓના ભાવ વધુ રહેશે. કાજુની ગતવર્ષે વેપારીઓ દ્વારા ખરીદી રૂ. 550પ્રતિકિલો હતી તે આ વર્ષે શરે.860 થી રૂ.880 સુધી છે. ત્યારે આ વર્ષે મિઠાઇઓના ભાવ નીચે મુજબ રહેશે..
મિઠાઇ(પ્રતિકિલો) કિ.રૂ.
કાજુકતરી 1040
કાજુરોલ. 1100
કાજુ ફેન્સી. 1400
મોહનથાળ. 300 થી 780
મૈસુર મિઠાઇ. 780
માવાની મિક્સ મિઠાઇ 600
મલાઇ પેંડા,કેસર-
-પેંડા, મથુરા પેંડા 480 થી 600
તથા
ગિફ્ટ હેમ્પર રૂ. 1200 થી રૂ.5000 સુધી
ડ્રાઇફ્રૂટ્સ ગિફ્ટ પેક રૂ.200 થી રૂ.2500સુધી છે.
-નવલ બુમિયા-બુમિયા સ્વિટ્સ, દાંડિયાબજાર
શહેરમાં માટીના દીવડાંની, નવા માટલાની પણ ખરીદી જામી
શહેરના શિયાબાગ કુંભારવાડા, ખંડેરાવ માર્કેટ, માંજલપુર, વાઘોડિયારોડ, આજવારોડ, સુભાનપુરા, ન્યાયમંદિર સહિતના વિવિધ વિસ્તારમાં ઠેરઠેર પ્રકાશના આ પર્વની ઉજવણી માટે માટીના દીવડાઓ જેમાં સાદા, ડિઝાઇનવાળા તથા ફેન્સી દીવડાઓ લોકો ખરીદી રહ્યાં છે સાદા દીવડાઓ રૂ.10 મા 5નંગ
એ જ રીતે રૂ25મા 12નંગ
તે જ રીતે ફેન્સી દીવડાઓ રૂ.50 ના 4 નંગ મળી રહ્યાં છે તો બીજી તરફ માટીના પાણી માટેના માટલાં રૂ70 થી રૂ.150 અને રુ.200 સુધી નળ સાથેના માટલા ની ખરીદી લોકો કરી રહ્યાં છે. લોકો નવા ઘડાની પુજા ધનતેરસે કરતાં હોય છે.
-કનુભાઇ પ્રજાપતિ-વેપારી, ખંડેરાવ માર્કેટ
હિન્દુ નવવર્ષને વધાવવા લોકોની કપડાં ખરીદવા માટે બજારોમાં ગિર્દી
શહેરના માંડવી, લહેરીપુરા, નવાપુરા,રાવપુરા સહિતના વિસ્તારમાં શહેરીજનો હિન્દુ નવવર્ષને વધાવવા વિવિધ પ્રકારના કપડાઓની ખરીદી કરી રહ્યાં છે. યુવા, યુવતીઓ બાળકોમાં જીન્સ, ટ્રાઉઝર, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર, કુર્તા પાયજામા, સહિતના નવા ફેશન સાથેના કપડાં બજારોમાં જોવા મળી રહ્યાં છે તે જ રીતે યુવતીઓ, બાળકીઓ, મહિલાઓ ડ્રેસ મટિરિયલ, જીન્સ ટીશર્ટ, પ્લાઝો, પ્લાઝા, કુર્તીઓ, સાડીઓ સહિતના વિવિધ ફેશનના વસ્ત્રોની લોકો ખરીદી કરી રહ્યાં છે. બજારોમાં ખાસ કરીને નાના બાળકો માટે ખૂબ વેરાયટીઓ કપડામાં જોવા મળી રહી છે.
મકાનો, ઓફિસો ની સજાવટ માટે રંગોળીની ખરીદી કરતાં શહેરીજનો
દિવાળીના આ પંચ પર્વની ઉજવણી માટે હિન્દુઓ પોતાના મકાનો, ઓફિસોની બહાર રંગોળી કરતાં હોય છે ત્યારે શહેરમાં વિવિધ પ્રકારની અવનવી આકર્ષક રંગોળીઓનું વેચાણ થઇ રહ્યું છે સાથે સાથે રંગોળી માટે તૈયાર ડિઝાઇનો ,રંગોની પૂર્તી માટેના સાધનો, પાણીમાં તૈયાર કરવામાં આવતી ખાસ રંગોળી ની લોકો ખરીદી કરી રહ્યાં છે. લોકો વાઘબારસ થી લાભપાંચમ સુધી પોતાના મકાનો, ઓફિસોના પ્રવેશદ્વાર, મંદિરોમાં વિવિધ પ્રકારના રંગોળી ચિત્રો તૈયાર કરી રહ્યાં છે.
પ્રકાશના આ પર્વને રોશનીથી શણગારવા વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની ખરીદી
દીવાળી એટલે પ્રકાશનું પર્વ, અંધકારમાંથી પ્રકાશ તરફ લ ઇ જતાં આ પર્વને ઉજવવાનો શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો બજારોમાં, ઓનલાઇન થકી રંગબેરંગી વિવિધ પ્રકારની લાઇટો જેમાં ચાઇના તથા ભારતમાં તૈયાર થયેલી લાઇટોની લોકો ખરીદી કરી રહ્યાં છે. ચાઇના,ભારતમાં તૈયાર થયેલ લાઇટો રૂ.100 થી રૂ.1500 સુધીની લાઇટો મળી રહી છે સાથે સાથે વિવિધ પ્રકારના દીવાઓ જેમાં પાણીથી ચાલતા દીવડાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.