બંને આરોપી વહેલીતકે છૂટી ન જાય અને કેસ વધુ મજબૂત બને તેના માટે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી
હાર્દિક પ્રજાપતિ અને તેને મદદ કરનાર તેનો ભાઈ હિતેશ જેલમાં સજા કાપી રહ્યા છે
વડોદરા તા.5
ગોલ્ડન ચોકડી પાસે દરજીપુરા ગામમાં રહેતા દીપેન પટેલને મોતને ઘાટ ઉતારનાર હાર્દિક પ્રજાપતિ તથા તેને મદદ કરનાર તેનો ભાઈ હિતેશ પ્રજાપતિ હાલમાં જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આ બંને આરોપીઓ જેલમાંથી વહેલીતકે છૂટી ન જાય તથા કેસ વધુ મજબૂત બને તેના માટે પોલીસે વધુ પુરાવા એકત્ર કરવા હત્યારાના ઘરમાં સર્ચ કર્યું.
વડોદરા શહેર નજીક દરજીપુરા ગામમાં રહેતો દીપેન પટેલ આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાનો કોન્ટ્રાક્ટ ચલાવતો હતો. જેને ગામમાં ભાડાના મકાનમાં રહેતા હાર્દિક પ્રજાપતિ ના પ્રેમ પ્રકરણ બાબતે જાણ થઈ ગઈ હતી. જેથી હાર્દિક પ્રજાપતિ ને ઉપેન પટેલ પોતાના પ્રેમમાં નડતરરૂપ બનતો હોય ગળા પર ચાકુના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ હત્યારા એ લાશ કાલોલ નજીક નર્મદા કેનાલમાં અને તેની કાર અનગઢ પાસે મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી. પરંતુ પોલીસ દ્વારા હત્યારા હાર્દિક પ્રજાપતિ અને તેને મદદ કરનાર તેના ભાઈ હિતેશ પ્રજાપતિની ધરપકડ કરીને જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. હાલમાં બંને આરોપી જેલમાં સજા કાપી રહ્યા છે પરંતુ આ બંને આરોપીઓ વહેલી તકે જેલમાંથી બહાર ન આવે અને કેસમાં કોઈ પ્રકારની કચાશ ન રહી જાય તેના માટે હરણી પોલીસ દ્વારા આજે પાંચ જૂનના રોજ બંને આરોપીના દરજીપુરા ખાતેના મકાનમાં સમગ્ર ટીમ સાથે સર્ચ કરવામાં આવ્યું હતું. મૃતક દીપેન પટેલની બહેનને સાથે રાખીને પોલીસ દ્વારા હત્યારાઓના ઘરમાં અન્ય પુરાવાની શોધખોળ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીપેન પટેલ ના પરિવારના સભ્યો દ્વારા આ બંને આરોપીને કડકમાં કડક સજા થાય અને જેલમાંથી નાચે તેવી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હોય પોલીસ દ્વારા હત્યા કેસને વધુ મજબૂત બનાવવા માટે અન્ય પુરાવા એકત્ર કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.