આજે ૫ જાન્યુઆરીનાં રોજ દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ માટે સીટિંગ વોલીબોલ સ્પર્ધા મકરપુરા સ્થિત ડોનબોસ્કો સ્કૂલનાં મેદાનમાં યોજવામા આવી હતી. જેમાં ભરૂચ, સુરત, ,આનંદ, વડોદરાના સ્ત્રી અને પુરુષોની ટીમે ઉત્સાહ અને જોશભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય મુખ્ય અતિથિ વડોદરા શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ અને જાણીતા વકીલ હર્ષદ પરમાર અને ઔસમ ક્લબનાં સ્થાપક પૂજા શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
સાથે આરંભ સંસ્થાનાં સ્થાપક શ્રમિક મહેતા, રતિલાલ પરમાર, દિવ્યાંગ સખી સહેલીનાં પ્રેસિડેન્ટ અમનદીપ કૌર અને ભાવેશ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ ભાઈ બહેનોનાં જીવન માં ઉમંગ અને ઉત્સાહ ભરવાનો હતો. જેથી તેઓ પણ જીવનમાં આગળ આવી શકે અને એમની પ્રતિભાનો પણ વિકાસ થાય અને આગળ વધે.