દિવાળીપુરા કોર્ટમાં નવીન એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થા અંગેના તા.01 જૂલાઇના રોજ નવા ઠરાવની વિરુદ્ધમાં વકીલોનું આવેદનપત્ર
તા.16 જૂનના રોજ બેઠક વ્યવસ્થા અંગે સર્વસંમતિથી પસાર થયેલા ઠરાવને બરોડા બાર એસોસિયેશનના હોદેદારો દ્વારા મિટિંગ યોજી 11:10 ની બહુમતી સાથે રદ કરી નવો ઠરાવ કરાયો હતો*
*નવા ઠરાવ ‘ઓપન ટુ ઓલ ‘ નો નિર્ણય મનસ્વી, ગેરવાજબી અને અન્યાયી ગણાવી સોમવારે ત્રણસો વકીલોની સહીં સાથે રજૂઆત કરવામાં આવી*
(પ્રતિનિધિ) વડોદરા તા.07
દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે આવેલા નવીન એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થા અંગેના નવા ઠરાવના વિરોધ સાથે સોમવારે 300 જેટલા વકીલો સભ્યો દ્વારા બરોડા બાર એસોસિયેશનના પ્રમુખ ને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી.
શહેરના દિવાળીપુરા ન્યાય મંદિરમાં વકીલોએ પોતાના ન્યાય માટે , બેઠક વ્યવસ્થા માટે હવે ન્યાય માગવાનો વારો આવ્યો છે. દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર ખાતે નવીન એડવોકેટ હાઉસ કે જે હાલમાં બંધ છે, જ્યાં વકીલો બેઠક વ્યવસ્થાની માંગણી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વકીલોની બેઠક વ્યવસ્થા અંગે યોગ્ય નિર્ણય ન લેવાતાં ચાર માળના આ નવીન એડવોકેટ હાઉસમાં 500 થી વધુ વકીલો બેસી શકે તેવી વ્યવસ્થા હોવા છતાં વકીલોને બેઠક માટેની યોગ્ય જગ્યા મળી નથી.અગાઉ તા.16-06-20250ના રોજ બેઠક વ્યવસ્થા ફાળવવા બાબત સર્વસંમતિથી ઠરાવ થયો હતો પરંતુ ત્યારબાદ ગત તા 01 જૂલાઇના રોજ અચાનક બરોડા બાર એસોસિયેશનના હોદેદારો દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં 11:10 બહુમતી સાથે તા.16-06-2025 ના રોજના ઠરાવને રદ્ કરવામાં આવ્યો હતો તથા બીજો નવો ઠરાવ કરીને ‘ઓપન ટુ ઓલ’ (જાહેર બેઠક) વ્યવસ્થા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને લઇને કમિટી મેમ્બર્સ તથા અન્ય વકીલોએ આ નિર્ણય ને મનસ્વી, ગેરવાજબી અને અન્યાયી ગણાવ્યો હતો અને આક્ષેપો કર્યા હતા કે,કોઇ પણ પ્રકારના વકીલો કે સભ્યો, બરોડા બારના સભ્યો કમિટી મેમ્બર્સ ના અભિપ્રાય કે સૂચન લીધા વિના પોતાના અંગત અભિપ્રાયોના આધારે અને બહુમતીના આધારે નવો ઠરાવ કરાયો હતો.

બરોડા બાર એસોસિયેશનના હોદેદારોનું કાર્ય વકીલોના હિતોનું રક્ષણ કરવા, સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છે પરંતુ બરોડા બાર એસોસિયેશનના હોદેદારો દ્વારા નવીન એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થા માટે બેવડી નીતિ અપનાવી વકીલોને વ્યાવસાયિક હકો તથા સગવડોથી વંચિત રાખતો અન્યાયી ઠરાવ કરાયો હોવાના કારણે વકીલો વચ્ચે ભેદભાવ અને અવવ્યવસ્થા ઉભી થશે.કેટલાક વકીલોને ટેબલ પર નહીં જે સ્પષ્ટપણે અન્યાયી અને પક્ષપાતી હોવાના સૂર ઉઠ્યા છે
અગાઉ નવીન કોર્ટમાં વકીલોએ બેઠક વ્યવસ્થા માટે આંદોલન કરતાં પારદર્શી બેઠક વ્યવસ્થા ની ફાળવણી કરવામાં આવી હતી જેમાં રૂ.10,000 લઈ વકીલો માટે ટેબલની ફાળવણી કરવામાં આવી હતી જો કે વકીલો આંદોલનના હેતુઓને અવગણે છે.પરંતુ હાલમાં નવીન એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થા અંગેના નિર્ણયો પારદર્શી, ન્યાયસંગત રીતે વ્યવસ્થા કરવામાં આવી તેવી રજૂઆત સાથે
પૂર્વ કમિટી મેમ્બર
મંગલમ જોશી
ધવલસિંહ બારીયા અને અન્ય વકીલો દાવાની ચંદ્રકાન્ત , દિગ્નેશ પારેખ ,નીરવ ઠક્કર તથા ઉમેશ શર્મા સહિત 300 જેટલા પૂર્વ અને વર્તમાન કમિટી મેમ્બર્સ,વકીલો દ્વારા બરોડા બાર એસોસિયેશનના પ્રમુખ ને રજૂઆત કરવામાં આવી છે.